CM Vijay Rupani watches PM Narendra Modi Film with Vivek Oberoi
  • Home
  • Featured
  • અભિનેતા વિવેક ઓબેરોય સાથે CM વિજય રૂપાણીએ જોઈ ‘PM નરેન્દ્ર મોદી’, જુઓ Photos

અભિનેતા વિવેક ઓબેરોય સાથે CM વિજય રૂપાણીએ જોઈ ‘PM નરેન્દ્ર મોદી’, જુઓ Photos

 | 4:31 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ 24મી મેના રોજ રિલીઝ થવાની છે. ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી માટે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રિપોર્ટ મુજબ અમદાવાદમાં 21મી મેના રોજ ફિલ્મની સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. આ સક્રીનિંગમાં બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય પણ હાજર રહ્યો હતો.

આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએમ નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. મંગળવારે જ ફિલ્મનું નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મની રિલીઝ ડેટમાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મને લઈ ઘણો વિવાદ પણ થઈ રહ્યો છે. પહેલા આ ફિલ્મ એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની હતી. પરંતુ વિપક્ષે આનો વિરોધ કર્યો હતો. વિપક્ષે કહ્યું હતું કે ફિલ્મથી ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન થશે. આ કારણે ફિલ્મને ઇલેક્શન સુધી બેન કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ 24મી મેના રોજ રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન