cm vijay rupani with anjali rupani pray at ambaji temple
  • Home
  • Featured
  • ચૂંટણી બાદ નેતાઓ હળવા મૂડમાં, CM રૂપાણી પત્ની સાથે પહોંચ્યા ગુજરાતના આ જાણીતા મંદિરે

ચૂંટણી બાદ નેતાઓ હળવા મૂડમાં, CM રૂપાણી પત્ની સાથે પહોંચ્યા ગુજરાતના આ જાણીતા મંદિરે

 | 10:26 am IST

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પુરું થઇ ગયું છે. જેના કારણે ગુજરાતના રાજકારણની ગરમીનો પારો પણ નીચો પડ્યો છે. હાલ ભાજપ અને કોંગ્રેસના બન્ને પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હળવા મૂડમાં દેખાઇ રહ્યા છે. તેઓ ચૂંટણીનો થાક ઉતારવા માટે હિલસ્ટેશનો કે ધાર્મિક સ્થળોએ જઇ રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના સીએમ વિજય રૂપાણી પોતાની પત્ની અંજલી રૂપાણી સાથે 52મું શક્તિપીઠ અંબાજીના દર્શને પહોંચ્યા છે.

સીએમ વિજય રૂપાણી અને તેમના પત્નીએ આજે વહેલી સવારે અંબાજી મંદિરમાં મંગળા આરતીનો લ્હાવો લીધો હતો, સાથે તેમને મંદિકના પુજારી દ્વારા વિશેષ પુજા અર્ચના કરી હતી. લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ CMએ પોતાની પત્ની સાથે મા અંબાના આશીર્વાદ લઇ ગુજરાતના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. તમને જણાવી દઇએ કે, સીએમ વિજય રૂપાણી અને તેમના પત્ની અવાર નવાર અંબાજી દર્શનઆર્થે આવતા હોય છે.

આજે સીએમે પત્ની સાથે મા અંબાના દર્શન કરી પાવન થયા હતા. આ સમય મંદિરનાં મહારાજે સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ માતાજીને પ્રસાદ ચઢાવીને આરતી પણ કરી હતી.

તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનાં પ્રચાર દરમિયાન પણ સીએમ વિજય રૂપાણીએ પત્ની સાથે અંબાજીમાતાનાં દર્શન કર્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન