CM Vijay Rupani's brother accident on Bogodara highway
  • Home
  • Ahmedabad
  • CM વિજય રૂપાણીના ભાઇ-ભાભીનો બગોદરા હાઇવે પર અકસ્માત, કારનો વળી ગયો ભૂક્કો

CM વિજય રૂપાણીના ભાઇ-ભાભીનો બગોદરા હાઇવે પર અકસ્માત, કારનો વળી ગયો ભૂક્કો

 | 5:30 pm IST

રાજ્યનાં CM વિજય રૂપાણીના ભાઈ – ભાભીને અકસ્માત નડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. વિજય રૂપાણીના ભાઈ – ભાભી રાજકોટથી અમદાવાદ પરત આવી રહ્યા હતા અને તે દરમિયાન અમદાવાદના બગોદરા હાઈવે પર અકસ્માતને ભેટ્યાં હતા. 2 કાર વચ્ચે અકસ્માત થતાં CMના ભાઈ – ભાભીને ઈજા પહોંચી છે. કારમાં ફસાયેલા ડ્રાઈવરને સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો. 4 ઈજાગ્રસ્તો લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટથી અમદાવાદ પરત આવી રહેલા વિજય રૂપાણીના ભાઇ-ભાભીની કાર બાવળા-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન સામે અમદાવાદથી પાલિતાણા તરફ જઈ રહેલા મુંબઈના પરિવારની કાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માત થયા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા અને કારમાં ફસાયેલા ડ્રાઇવરને ભારે જહેમત બાગ બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક 108ની ટીમને જાણ કરી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે બગોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. જોકે, અકસ્માતમાં મુખ્યમંત્રીના ભાભીને ગંભીર ઇજા પહોંચી નથી અને તેઓ અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા.

CMના ભાઈની કારને અકસ્માત થયો હોવાની જાણ થતાં જ પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું અને તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં સામેની કારના મુસાફરોને વધારે ઇજા પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન