CM Vijay Rupani's heartless statement, Grand Celebration for Amit Shah but what abou those students who lost their lives in Surat Fire Tragedy, Sarthana
  • Home
  • Featured
  • મોતનો મલાજો ના જાળવ્યો રૂપાણીએ, અગ્નિકાંડને 24 કલાકે ના થયા, ભવ્ય સ્વાગત માટે થનગનાટ

મોતનો મલાજો ના જાળવ્યો રૂપાણીએ, અગ્નિકાંડને 24 કલાકે ના થયા, ભવ્ય સ્વાગત માટે થનગનાટ

 | 1:53 pm IST

સરથાણાના તક્ષશિલા આર્કેડમાં શુકવારે લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 23નાં મોત થયા છે. જેથી આખુ ગુજરાત આજે સ્તબ્ધ છે સાથે રાજ્ય સહિત સમગ્ર દેશમાં તેના પડઘા પડી રહ્યા છે. પરંતુ સત્તામાં બેઠેલા બાબુઓને આ ઘટનાની ગંભીરતા ક્યારે સમજાશે.

સુરતની ઘટના બને હજી 24 કલાક પણ નથી થયા, ત્યાં સીએમ વિજય રૂપાણીને નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુજરાત મુલાકાતમાં જશ્નનો માહોલ કરવો છે. રાજ્યના સીએમ વિજય રૂપાણીએ 20 બાળકોના મોતનો મલાજો પણ ના જાળવી શક્યા… સુરતના અગ્નિકાંડને 24 કલાકે ય નથી થયાને રાજ્યના સીએમને ચૂંટણી જીતવાની ખુશીમાં મોદી અને અમિત શાહનું ભવ્ય સ્વાગત માટે થનગની રહ્યા છે.

એક બાજુ સુરતના સરથાણામાં 20 બાળકો જીવતા ભૂંજાયા હશે, ત્યારે તેમનો કેવી રીતે જીવ ગયો હશે. આપણને એક નાની સરખી સોય પણ વાગે તો માને યાદ કરીએ છીએ. ત્યારે આ 20 ભૂલકાઓની આસપાસ આગની જ્વાળાઓ વીટળાઇ હશે ત્યારે તેઓ કેટલો વિલાપાત કરતા હશે. આ વાતો સાંભળી એક નાગરિક તરીકે તમામનું હૃદય ધ્રુજી જાય છે. પરંતુ આ સિસ્ટમનું પાણી સુદ્ધા હલતું નથી. માત્ર એક-બે લોકોની ધરપકડ કરી લેવાથી કંઇ થવાનું થતું, જ્યારે સિસ્ટમ જ આખેઆખી ખોખલી છે. તો બીજાને શું કહેવાનું છે.

શરમ કરો ઓ સિસ્ટમવાળાઓ…. તમે તો માનવતાને પણ વેચી મારી છે. આટલી મોટી ઘટના વિકાસશીલ દેશમાં બની તો પણ તમને કંઇ સૂઝતું નથી. સુરતમાં આટલી મોટી ઘટના બની ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં રિબડામાં ડાયરાની મોજ માણી રહ્યા છે. તો સિસ્ટમના ભાગના અનેક અધિકારીઓ દોષનું પોટલું એક બીજા પર ઢોળી રહ્યા છે. સુધરો… નહીં તો આ બાળકોનો આત્મા અને તેમના પરિવારનો આક્રંદ તમને ક્યારેય શાંતિથી સુવા નહીં દે….

આજે સુરતના ઇતિહાસમાં ધબ્બો લગાવનાર આ ઘટનાને કારણે ગુજરાત જ નહીં, સમગ્ર દેશ આક્રંદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે, તો બીજી બાજુ રાજ્યના સીએમને જશ્નનો માહોલ બનાવવા છે… સુરતમાં બનેલી ધટનાને કારણે શુક્રવારે ગુજરાતની જનતાને ગળેથી કોળિયો પણ ઉતર્યો નહીં હોય.. ત્યારે સીએમને ગુજરાતમાં ચૂંટણીની જીતનો જશ્ન મનાવવો છે… શું આ ઘટના બાદ આ સિસ્ટમના અધિકારીઓને ઉત્સાહનો જામ પચશે. આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવવાના છે. તેઓ પોતાની માતાના આશીર્વાદ લેવા સ્પેશિયલ ગુજરાત આવવાના છે, ત્યારે તેમને ટ્વિટ કરીને માહિતી આપી હતી.

પરંતુ પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા સિસ્ટમમાં બેઠેલા મંત્રીઓ અને અધિકારીઓને જાણે સુરતની ઘટનાનો કોઇ રંજ ના હોય તેમ સીએમ નિવેદનો આપી રહ્યા છે. તેઓ પીએમ મોદીના ગુજરાત પ્રવાસના કારણે સુરતની ઘટનાને ભૂલી ગયા છે… તેઓ નાના બાળકોની ચીસો અને આક્રંદને ભૂલી ગયા છે અને તેમને મોદીના આગમનમાં જશ્ન મનાવવો છે. રૂપાણીએ જણાવ્યું કે, આવતીકાલે ભવ્ય જશ્ન કરવામાં આવશે.

પરંતુ શું આ જશ્નનનો ઉત્સાહ તમને પચશે… ઓ સિસ્ટમવાળાઓ… પહેલા 20 બાળકોના પરિવારજનોને એકવાર મળી આવજો… પછી જો તમને જશ્ન મનાવવાની ઇચ્છા થાય તો દિલથી કરજો… અને જો પરિવારજનોને મળ્યા પછી પણ તમારા દિલમાં કોઇ લાગ્ણી ના ઉદ્દભવે તો સમજજો કે તમે માનવતાને વેંચી મારી છે. તમારું હવે પથ્થર કે પ્લાસ્ટિકનું હૃદય થઇ ગયું છે.

આટ આટલું કહ્યા પછી પણ અમારા શબ્દો અટકાઇ જાય છે. બાળકોના મૃત્યુંને વ્યક્ત કરવા માટે અમારી પાસે કોઇ શબ્દો નથી. પરંતુ આ સિસ્ટમને ક્યારે સમજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન