NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • દુલ્હાનની જેમ શણગારેલું અમદાવાદ હજી નથી જોયું તો જોઈલો આ 1 મિનિટનો Video 

દુલ્હાનની જેમ શણગારેલું અમદાવાદ હજી નથી જોયું તો જોઈલો આ 1 મિનિટનો Video 

 | 9:26 am IST

અમદાવાદમાં નવરાત્રી પહેલા દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે. જાપાનના પીએમ શિંજો આબે અને નરેન્દ્ર મોદી આજે બુધવારથી બે દિવસ માટે અમદાવાદના મહેમાન બનનાર છે.  જેની તૈયારીના પગલે કડક સુરક્ષા તો ખડકી દેવામાં આવી છે સાથે અાખા અમદાવાદને શણગારી દેવાયું છે. જેનો આ વિડીયો આપણા સીએમ વિજય રૂપાણીએ શેર કર્યો છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે બુધવારે અમદાવાદ- ગાંધીનગરની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન મોદી બપોરે દોઢ વાગે દિલ્હીથી અમદાવાદ આવી રહ્યા છે. જ્યારે જાપાની પીએમ તેમના ધર્મપત્ની એકી આબે તથા ડેલિગેશન સાથે જાપાન સરકારના ખાસ એરક્રાફ્ટ B૭૪૭-૪૦૦માં બપોરે ૩-૩૦ વાગે સીધા ટોકિયોથી અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકે ઉતરાણ કરશે.