CM Yogi Adityanath Will Held Meeting About Plan Of How To Attract Foreign Companies
  • Home
  • Corona live
  • ચીનની કમર તોડવા માટે મેદાનમાં આવ્યા યોગી આદિત્યનાથ, બનાવી રહ્યા છે આ મજબૂત પ્લાન

ચીનની કમર તોડવા માટે મેદાનમાં આવ્યા યોગી આદિત્યનાથ, બનાવી રહ્યા છે આ મજબૂત પ્લાન

 | 2:22 pm IST

દેશમાં કોરોના વાયરસનાં ખતરાને જોતા કરવામાં આવેલા લોકડાઉનનાં કારણે લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો ઉત્તર પ્રદેશ પરત આવી રહ્યા છે. આ મજૂરોને પ્રદેશમાં જ રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે સીએમ યોગી મોટા પ્લાનની તૈયારીમાં લાગ્યા છે. શનિવારનાં વિદેશી કંપનીઓનાં ઉત્તર પ્રદેશમાં રોકાણને લઇને સીએમ યોગી પોતાના અધિકારીઓ સાથે યોજના બેઠક કરવાનાં છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, આ બેઠકમાં ચીનમાં કામ કરી રહેલી કંપનીઓને આકર્ષવા માટેની રીતો પર પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.

ચીનમાં વેપાર કરતી કંપનીઓને આકર્ષવા માટેનો પ્લાન બનાવશે

યોગી આદિત્યનાથ સાંજે 5 વાગ્યે ઇન્વેસ્ટ ઇન્ડિયાને લઇને મીટિંગ કરશે. આ બેઠકમાં સીએમ યોગી ઉપરાંત ઉપ-મુખ્યમંત્રી દિનેશ શર્મા, સિદ્ધાર્થ નાથ સિંહ, ઐદ્યોગિક વિકાસ પ્રમુખ સચિવ આલોક કુમાર ઉપરાંત મુખ્ય સચિવ અવનીશ અવસ્થી પણ સામેલ થશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સીએમ યોગી ઇચ્છે છે કે ચીનમાં વેપાર કરનારી વધારેમાં વધારે મલ્ટીનેશનલ કંપનીઓ ઉત્તર પ્રદેશમાં રોકાણ કરે. આ રોકાણ માટે પ્રદેશમાં તેમને કઇ રીતે સારો માહોલ આપવામાં આવશે તેના માટે બેઠક થવાની છે.

ટાસ્ક ફૉર્સની રચના

જાણકારી પ્રમાણે, યોગીની નજર ચીનમાં વેપાર કરી રહેલી જાપાની, અમેરિકી અને યૂરોપિયન કંપનીઓ પર છે. વિદેશી કંપનીઓને પ્રદેશમાં રોકાણ કરવા અને ઉદ્યોગો લગાવવા માટે મેનેજ કરવા એક ટાસ્ક ફૉર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફૉર્સ વિદેશી કંપનીઓ માટે પ્રદેશમાં રેડ કાર્પેટ બિછાવવાનું કામ કરી રહી છે. સીએમ યોગીની આ ટાસ્ક ફૉર્સ રોકાણકારોનો સંપર્ક કરી રહી છે અને તેમને પ્રદેશમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ આપતા અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ગેરંટી આપી રહી છે.

યૂરોપિયન કંપનીનાં ઉદ્યોગ સમૂહ સાથે યોગીનાં મંત્રીએ કરી હતી વાત

ઉલ્લેખનીય છે કે વિદેશી કંપનીઓને ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવાના અવસર આપવાનાં ઉદ્દેશથી તાજેતરમાં જ ઉત્તર પ્રદેશનાં મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે યૂરોપિયન કંપનીઓનાં ઉદ્યોગ સમૂહની સાથે વિડીયો કૉન્ફરન્સ પર વાત કરી હતી. આ સમૂહમાં 74 સભ્ય સામેલ હતા. આમાં ઇટાલી, બેલ્જિયમ, ડેનમાર્ક વગેરે દેશોનાં રાજદૂત સામેલ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દુનિયાનાં 80થી વધારે દેશોમાં ફૂટવેર સપ્લાય કરનારી જર્મની કંપની વૉન વેલ્ક્સ ચીનથી પોતાનો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ શિફ્ટ કરીને આગ્રામાં યૂનિટ લગાવવાની છે. પહેલા તબક્કામાં કંપની આગ્રામાં 110 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને 10 હજારથી વધારે લોકોને રોજગાર મળશે.

આ વિડીયો પણ જુઓ: રાજકોટમાં મોદી સ્કૂલ દ્વારા ફી ઉઘરાવવા મામલે વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન