CMO Gujarat Twitter Video: Kashmir Disappeared From Map Of India In Saffron Colour
  • Home
  • Featured
  • રૂપાણી સરકારનું મોટું ભોપાળું આવ્યું સામે, ભારતના નકશા સાથે કર્યા ચેડાં!

રૂપાણી સરકારનું મોટું ભોપાળું આવ્યું સામે, ભારતના નકશા સાથે કર્યા ચેડાં!

 | 9:35 am IST

ભાજપ સરકાર મોટાભાગની ઇવેન્ટમાં ભગવો કરવામાં જરાય પાછળ રહેતું નથી. આવી જ રીતે દેશની સૌપ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગુજરાતમાં સ્થપાવાની છે તેનો એક વીડિયો તૈયાર કરાયો હતો. આ વીડિયો પણ ભગવા રંગે રંગાયેલો હતો. જ્યારે નકશામાંથી પાકિસ્તાન અને ચીનના કબ્જાવાળા કાશ્મીરના ભાગને ગાયબ કરી દેવાયો છે. આથી નવા વિવાદનો મધપૂડો છંછેડાવાની શકયતા છે.

આ વીડિયો સીએમ રૂપાણીના સત્તાવાર ટ્વીટર હેન્ડલ અપલોડ કરાયો ત્યારે વીડિયોમાં મોટું ભોપાળું સામે આવ્યું. જી હાં, આ વીડિયોમાં પૃથ્વીનો ગોળા ઉપર ભારત દેશને ભગવા રંગથી તો રંગી દીધો પરંતુ કાશ્મીરનો ભાગ દર્શાવાનું ભૂલી ગયા હતા. વર્લ્ડ મેપમાં ભારતના ભગવા રંગના નકશામાંથી પાકિસ્તાન હસ્તક કાશ્મીરના ભાગને બાદ કરી નાખવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે રૂપાણી સરકારે કાશ્મીરના ચોક્કસ ભાગને દેશના નકશામાંથી બાકાત કરી ભોપાળું કર્યું. આ વીડિયો CMOના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરી અપલોડ કરાયો હતો, જો કે આ ખામી ધ્યાને આવતા હાલ આ ટ્વિટ ડિલીટ કરાઇ હતી. આ વીડિયોમાં એક જગ્યાએ વર્લ્ડ મેપમાં ભગવા રંગથી બ્લિન્ક થતો ભારતનો નકશો દર્શાવવામાં આવ્યો છે. જેમાં પાક અને ચીન અધિકૃત કાશ્મીર ભારતનો ભાગ ન હોવાનું દેખાઈ રહ્યું છે.