CMO Secretary Ashwini Kumar say about Micro surveillance plan in PC
  • Home
  • Ahmedabad
  • CMO સચિવ અશ્વિની કુમારે કહ્યું- 34,000 ઉદ્યોગોને મંજૂરી, 8.47 લાખ ખાતાધારકોને રૂ.1000ની સહાય

CMO સચિવ અશ્વિની કુમારે કહ્યું- 34,000 ઉદ્યોગોને મંજૂરી, 8.47 લાખ ખાતાધારકોને રૂ.1000ની સહાય

 | 2:43 pm IST

રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને લઈ આજે CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. અશ્વિની કુમારે કહ્યું કે કેબિનેટની બેઠકમાં કોરોના અંગે ચર્ચા કરાઈ છે. વધુ ટેસ્ટિંગ કરવા માઈક્રો સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવશે. દરેક જિલ્લા માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જૂન મહિના સુધીનો માઇક્રો પ્લાન બનાવવામાં આવશે. માઈક્રો પ્લાન રજૂ કરવા કલેક્ટરોને સૂચના અપાઈ છે.

34,000 ઉદ્યોગોને શરૂ કરવા મંજૂરી અપાઈ:

આ સિવાય તેમણે જણાવ્યું કે રાજ્યમાં 34,000 ઉદ્યોગોને શરૂ કરવા મંજૂરી અપાઈ છે. હાલ 2.40 લાખ શ્રમિકો કામ કરી રહ્યા છે. અશ્વિની કુમારે કહ્યું કે આજે 7 જિલ્લામાં એક-એક હજાર જમા કરાયા. 8.47 લાખ ખાતાધારકોને 1-1 હજાર સહાય અપાઈ. અમરેલી, બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, મોરબી, પાટણ, સુરેન્દ્રનગરમાં DBTથી સહાય આપવામાં આવી છે. જ્યારે NFSA કાર્ડધારકોને રૂ.1000ની સહાય અપાઈ. ઉપરાંત, અશ્વિની કુમારે કહ્યું કે 10થી વધુ કેસવાળા જિલ્લા પર નજર રાખવામાં આવી રહી છે.

4 મહાનગરોમાં સ્પેશિયલ કોવિડ હોસ્પિટલની સુવિધા:

તેમણે કહ્યું કે ખેડૂતો પાસેથી તમાકુના પાકની ખરીદ કરવામાં આવી છે. સાવલી, આણંદ, પટેલાદ, વિજાપુરના ખેડૂતો પાસેથી ખરીદ કરાઈ છે. 2.31 લાખ ક્વિન્ટલ પાકની કુલ આવક છે. રાજ્યમાં હાલ 121 યાર્ડ કાર્યરત છે. અશ્વિની કુમારે કહ્યું કે 2 કરોડ 10 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરાર્યું છે. આ સિવાય રાજ્યમાં કોવિડ હોસ્પિટલ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે 4 મહાનગરોમાં સ્પેશિયલ કોવિડ હોસ્પિટલની સુવિધા કરવામાં આવી છે. દરેક જિલ્લામાં 100-100 બેડની હોસ્પિટલ છે. તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલમાં સરકારી સુવિધા નહીં મળે. સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાત તબીબો અને સ્ટાફ ઉપલબ્ધ છે. અમદાવાદમાં 3 ખાનગી હોસ્પિટલોને મંજૂરી અપાઈ છે.

આ વીડિયો પણ જુઓ: લોકડાઉન સુરેન્દ્રનગર જીલ્લાની મહિલાઓ દ્વારા અનોખો સેવાયજ્ઞ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન