મોબાઇલ નંબરના અંતમાં આવતા છેલ્લા બે અંક  અને રોગ - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • મોબાઇલ નંબરના અંતમાં આવતા છેલ્લા બે અંક  અને રોગ

મોબાઇલ નંબરના અંતમાં આવતા છેલ્લા બે અંક  અને રોગ

 | 12:01 am IST

ડિજીટ સાયન્સ

અત્યાર સુધી ડિજીટ સાયન્સ દ્વારા નકારાત્મક નંબર, બુદ્ધિમાં વૃદ્ધિ કરે, તથા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા નંબર વિશે આપણે માહિતી મેળવીએ. જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૨ અંક હોય તો તમને કેવા પ્રકારના રોગ થવાની સંભાવના છે તે વિશે જાણીએ.

જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૬૪ કે ૪૬ હોય તો,

તો તમને આળસ અને શુક્રાણુઓ સંબધિત સમસ્યા થઇ શકે છે. તથા મહિલાઓને સ્ત્રી સંબંધિત રોગ, લિકોરિયા જેવા રોગ થવાની સંભાવના વધે છે. જો આ અંક પુરુષ જાતક પાસે છે તો તેમની પત્નીનું સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા વધારે રહે છે. તેથી આ જાતકે શુક્ર કવચ ધારણ કરવું જોઇએ. શુક્ર કવચની સાથે ઓપલ પહેરવાથી તમને રાહત મળશે.

જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૦૮, ૨૬ કે ૧૮ હોય તો

તો આ જાતકને પેટ અથવા માથા સંબંધી તકલીફ અવશ્ય રહ્યાં કરે છે. વારંવાર પેટમાં ગેસ ઉત્પન્ન થવું, બીપી તથા ડાયાબિટીસ વગેરે થવાની સમસ્યા રહ્યા કરે છે. તેથી આ જાતકે શનિકવચ બનાવીને તેને ધારણ કરવું જોઇએ.

જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૬૨,૫૩,૩૫ હોય તો,

તો આ અંક ધરાવતા જાતકે સચેત રહેવાની જરૂર છે. તેમને માનસિક ચિંતા, ઘુંટણ, ટેન્શન, એસિડિટી વગેરે જેવી સમસ્યાની સાથે લાંબા સમય સુધી રહે તેવી બિમારી થવાની શક્યતા છે. તેના ઉપાય માટે તેઓએ મોબાઇલ નંબર બદલવો જ વધુ હિતાવહ રહેશે.

  • વશિષ્ઠજી મહારાજ

[email protected] com