NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ખિસ્સુ હળવું કે ભારે, જાણવા પડશે રોજ સીએનજીના ભાવ

ખિસ્સુ હળવું કે ભારે, જાણવા પડશે રોજ સીએનજીના ભાવ

 | 4:43 pm IST

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ બદલાવ કરવાની યોજના પછી ઑયલ માર્કિટેગ કંપનીઓ CNGના ભાવમાં દરરોજ બદલાવ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર પાસેથી લીલી ઝંડી મળ્યા બાદ આ યોજનાને લાગૂ કરવામાં આવશે.

સૂત્રોનુસાર, કંપનીઓએ આ અંગે સરકારને પ્રપોઝલ મોકલી દીધું છે. IGLએ પોતાના પંપો સિવાય ઑઇલ કંપનીઓએ રિટેલ આઉટલેટ પર પણ CNG પંપ ખોલ્યા છે, જ્યાં ગાડીઓમાં ગેસ ભરવામાં આવે છે. આ સિવાય દેશભરમાં અન્ય કંપનીઓ CNGનું વિતરણ ગેસ ઑથરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડના માધ્યમથી કરે છે.

16 જૂનથી દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ બદલાવ આવશે. ઑઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે નવા ભાવ નક્કી કરશે, ત્યારબાદ ડીલર એ જ ભાવ પર તેણે રિટેલમાં વેચશે. ઑઇલ કંપનીઓએ દરરોજ થતા પેટ્રોલ-ડીઝલના બદલાની જાણકારી માટે એપ અને SMS સર્વિસ પણ લોન્ચ કરી છે.

ઑઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયા ઑઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે ગ્રાહકોની સુવિધા માટે એપ લોન્ચ કરી છે. આ એપ્સની મંદદથી ગ્રાહકો દરરોજ પેટ્રોલ-ડીઝલના નવો ભાવ જાણી શકશે. આ એપમાં આ શહેર અને આ ડીલરને ત્યાં આટલા ભાવમાં પેટ્રોલ-ડીઝલ મળશે તે અંગેની જાણકારી મળશે. જેથી ગ્રાહકોએ પોતાના એરિયાના ડીલરને પૂછવાની જરૂર નહી રહે. કંપનીઓની હેતુ ટ્રાન્સપરન્સી રાખવાનો છે.