Co-operative societies cheating farmers exposed The Corruption
  • Home
  • Gujarat
  • ખેડૂતોને છેતરતી સહકારી મંડળીઓની કરતૂતનો પર્દાફાશ, ખેડૂત હિતરક્ષક સમિતિ આવી એક્શનમાં

ખેડૂતોને છેતરતી સહકારી મંડળીઓની કરતૂતનો પર્દાફાશ, ખેડૂત હિતરક્ષક સમિતિ આવી એક્શનમાં

 | 4:27 pm IST

ફરી એક વખત ખેડૂતોને છેતરતા સહકારી મંડળીઓના કરતૂતો સામે આવ્યા છે કેશોદ તાલુકાના પ્રાંસલી ગામ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા 400 નવાજૂની કરવાના પુરાવા હોવાનો આક્ષેપ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે.

લોકડાઉનમાં ખેડૂતોનો માલ વેચાણ નથી અને હવે ચોમાસાની સીઝન નજીક હોવાથી ખેડૂતોને પાક ધિરાણની જરૂર છે ત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે મુજબ મંડળીઓ દ્વારા નવાજૂની કરવાની કાર્યવાહી ચાલુ છે ત્યારે કેશોદ તાલુકાના પ્રાંસલી ગામે આ નવાજૂની કરવાના ખેડૂતો પાસેથી રૂપિયા 400 ઉઘરાવાતા હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. રૂપિયા એક લાખ દીઠ 400 મંડળીના મંત્રી દ્વારા ઉઘરાવાતો હોવાની ખેડૂતો સાથે ઓડિયો ક્લિપ સામે આવી છે ત્યારે ખેડૂતો દ્વારા સમસ્ત ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ખેડૂતોના નામે ખેડૂતો માટે ચાલતી સહકારી મંડળીઓમાં ચાલતી ગોલમાલ સામે આવી છે મંડળીઓ દ્વારા રૂપિયા 400 લેખે ઉઘરાવતા હોવાની ફરિયાદના આધારે ખેડૂતો અત્યારે હેરાન પરેશાન થઇ ગયા છે પાકધીરણ કરવા માટેના પૈસા નથી ત્યારે કેટલાક મંડળીઓના પદાધિકારીઓ ખેડૂતો પાસેથી પૈસા ગેરકાયદેસર ઉઘરાવવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રાસલી ગામમાં ખેડૂતોએ પોતાના ધિરાણ મુજબ 400, 500, 600 રૂપિયા લેખે સહકારી મંડળીના પદાધિકારીઓને પૈસા ચૂકવવા માટે ઘટસ્ફોટ કર્યો છે.

ખેડૂત દ્વારા આ તમામ ઘટનાનો પર્દાફાશ કરી અને ખેડૂત હિત રક્ષક સમિતિને રજૂઆત કરી હતી, ત્યારે સરકારનો એવો કોઈ નિયમ નથી કે, નવાજૂની કરવા માટે ના પૈસા લેવામાં આવે એક તરફ ખેડૂતો હાલ બેહાલ થયા છે ત્યારે ખેડૂતો પાસે આવી તે ગેરકાયદેસર પૈસા ઉઘરાવી પોતાના ઘર ભરતાં આવા પદાધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ખેડૂતો રક્ષક સમિતિ દ્વારા માંગણી કરવામાં આવી છે.

કથિત ઓડિયો કે તે સામે આવી છે તેમાં જે પ્રાસલી સેવા સહકારી મંડળીના મંત્રી ધીરુભાઈ ડાંગર વાત કરતો હોવાનો ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવે છે તે આ અંગે પૂછપરછ કરતાં ધીરુભાઈ ડાંગરે આ વાતનો ઇન્કાર કર્યો હતો અને સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમારી મંડળી દ્વારા આવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવતી નથી અને જે ખેડૂત દ્વારા આ ઓડિયો ક્લિપ બનાવવામાં આવી છે તે અમને અમારી મંડળીને બદનામ કરવાનું કાવતરું છે. ખેડૂત પાસેથી અમે વ્યાજના આજે ચાર હજાર રૂપિયા લેવાના થતા હોય છે તે માટેની વાત કરી હતી પરંતુ તેની સમજણ ફેર થઈ હોય તેવું લાગી રહ્યું છે. આમ અમારી મંડળી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ નથી તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન