Coach Ravi Shastri say about Rishabh Pant after WI Tour Performance
  • Home
  • Sports
  • Cricket
  • સતત ખરાબ ફોર્મમાં ચાલી રહેલા રિષભ પંતને રવિ શાસ્ત્રીની ચેતવણી, કહ્યું- જો નહીં સુધરે તો…

સતત ખરાબ ફોર્મમાં ચાલી રહેલા રિષભ પંતને રવિ શાસ્ત્રીની ચેતવણી, કહ્યું- જો નહીં સુધરે તો…

 | 11:09 am IST

યુવા ખેલાડી અને વિકેટકીપર રિષભ પંત છેલ્લા ઘણા સમયથી મેદાન પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. વર્લ્ડ કપ 2019 બાદ જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટથી બે મહિના દૂર રહેવાનો નિર્ણય ક્યો હતો. ત્યારે તેની જગ્યાએ ટીમમાં રિષભ પંતને તક આપવામાં આવી હતી અને વેસ્ટઈન્ડીઝના પ્રવાસે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

પરંતુ આ પ્રવાસે પંતે તેના પ્રદર્શનથી સૌને નિરાશ કર્યા. ત્યારે હવે મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ખેલાડીને ચેતવણી આપી હોય એવા સમાચાર મળ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કહ્યું કે જો રિષભ પંત વેસ્ટઇન્ડીઝના પ્રવાસે કરેલી ભૂલોનું પુનરાવર્તન કરશે તો તેમને આનું નુકસાન ભોગવવું પડશે. શાસ્ત્રીએ સીધી રીતે કહેવાથી બચતા કહ્યું કે,‘આ યુવા વિકેટકીપર બેટ્સમેને ભારતના વેસ્ટઇન્ડીઝ પ્રવાસે સૌને નિરાશ કર્યા છે. તેઓ વન ડે મેચમાં પહેલા બોલ પર આઉટ થયા હતા.’

રિપોર્ટ મુજબ મુખ્ય કોચે કહ્યું કે,‘હાલ અમે તેમની ભૂલોને માફ કરી રહ્યા છીએ. તે ત્રિનિદાદમાં પહેલા બોલ પર જે રીતે શોટ રમીને આઉટ થયા હતા જો તેનું પુનરાવર્તન કરશે તો તેમને આ વિશે જણાવવામાં આવશે. કુશળતા હોય કે પછી ન હોય નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.’ આ સાથે શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે રિષભ પંતની કુશળતા પર અમને કોઈ સંદેહ નથી. પરંતુ તેમને શોટ સિલેક્શન અને લાંબી ઇનિંગ રમવા પર ધ્યાન આપવાની જરૂર છે. એક ખેલાડી જ્યારે સતત સારું પ્રદર્શન ન કરે તો ટીમ પર પણ દબાણ વધે છે.

ઉલ્લેખનીય છે કે રિષભ પંત જ્યારથી ટીમમાં સામેલ થયો છે ત્યારથી તેની સરખામણી એમ.એસ.ધોનીની જગ્યાએ કરવામાં આવી રહી છે. પરંતુ સતત ખરાબ પ્રદર્શનના કારણે હવે રિષભ ટીકાકારોના નિશાન પર છે. થોડા દિવસ પહેલા રિષભે એક ઇન્ટરવ્યૂમાં ટીકાકારોને જવાબ આપતા કહ્યુ હતું કે કોઈ પણ ખેલાડી એક દિવસમાં ધોની ન બની શકે. હું ધોની પાસેથી ઘણું બધું શીખી રહ્યો છું.

આ વીડિયો પણ જુઓ: ટ્રાફિકના રાક્ષસી દંડ સામે રિક્ષાચાલકો જંગે ચઢશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન