coach tarak sinha says lock down time rishabh pant Weight Gain
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય વિકેટકિપર-બેટ્સમેનના કોચનો ખુલાસો, લોકડાઉનમાં ખેલાડીએ ગુમાવ્યો આત્મવિશ્વાસ

ભારતીય વિકેટકિપર-બેટ્સમેનના કોચનો ખુલાસો, લોકડાઉનમાં ખેલાડીએ ગુમાવ્યો આત્મવિશ્વાસ

 | 2:36 pm IST
  • Share

ભારતીય યુવા વિકેટકિપર-બેટ્સમેન (Wicket keeper batsman) ઋષભ પંતે (rishabh-pant) છેલ્લા કેટલાક મહિનામાં 10 કિલોથી વધુ વજન ઘટાડ્યુ છે. ઋષભ પંતના બાળપણના કોચ તારક સિન્હાએ (Tarak Sinha)હાલમાં જ આ વાતનો ખુલાસો કર્યો છે. ઋષભ પંત કોરોના સમયમાં ફરીથી ક્રિકેટની શરૂઆત કરનાર પ્રથમ ખેલાડી હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ભાગ લીધો.

આઈપીએલની 13 (IPL Season 13) મી સીઝન દરમિયાન, એવું જોવા મળ્યું હતું કે દિલ્હીના વિકેટકીપર બેટ્સમેનનુ થોડું વજન વધી ગયુ છે. જેના કારણે ખેલાડીની ટીકાઓ થઇ હતી. ખાસ કરીને આઈપીએલમાં નિરાશા જનક પ્રદર્શન બાદ તેના વજનને લઇને ચર્ચાઓ શરૂ થઈ હતી.

દ્રોણાચાર્ય એવોર્ડથી (Dronacharya Award)સન્માનિત તારક સિન્હાએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ઋષભ પંત પાસે તેમના વતનમાં તાલીમની સુવિધા નહોતી અને તેથી તે આઈપીએલની શરૂઆતમાં એટલો ફીટ ન હતો. જોકે ખેલાડીએ તેની ફીટનેસ પર ખુબજ ધ્યાન આપ્યુ. શરીર પર લાગેલ ચરબીના થર ઓછા કર્યા.

તારક સિન્હાએ આકાશ ચોપડા અને શિખર ધવન (Akash Chopra and Shikhar Dhawan) જેવા ઇન્ટરનેશનલ ખેલાડીઓનો કોચ છે. તારકે જણાવ્યુ કે મને ઋષભની ફીટનેસને લઇને કોઇ ચિંતા ન હતી કેમકે મને તેની મહેનત પર ભરોસો છે જો કે તેનો ડગમગતો આત્મવિશ્વાસ ક્યાંક ખોવાઇ ગયો હતો.

ઋષભ પંતનો આઈપીએલ 2020 (IPL Season 20) માં 113.95 અને 31.18 નો સ્ટ્રાઇક રેટ છે 14 મેચમાં સરેરાશની 343 રન બનાવ્યા હતા. આઈપીએલની (IPL) આ સીઝનમાં પંતના બેટમાંથી માત્ર એક અડધી સદી બહાર આવી હતી. પોતે પણ તેના પ્રદર્શનથી નિરાશ થયો હતો.

ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં 118 બોલમાં 97 રન કરનાર ઋષભ પંતને ફોર્મમાં જોઈને કોચ ખૂબ સંતુષ્ટ છે. કોચે કહ્યુ કે હું જાણતો હતો કે તે પોતાની ફિટનેસ પાછો મેળવશે. તે એટલો મૂંઝવણમાં હતો કે તે વધારે સાવચેત થઇ ગયો અને આઈપીએલમાં રક્ષણાત્મક માનસિકતામાં આવી ગયો. તેની વિકેટકિપીંગમાં આત્મવિશ્વાસ વધશે. ખેલાડીને સમજાવ્યુ કે જે પણ થાય તેમાં ખુશ રહેવાનુ છેલ્લા બે મહિનાથી તે સારા મૂડમાં છે.જેની અસર તેના પ્રદર્શન પર જોવા મળશે.

આ વીડિયો જુઓ: મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અંગે લેવાઈ શકે છે નિર્ણય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન