અમેરિકાના હુમલામાં આઈએસનો માહિતીપ્રધાન રહેંસાયો - Sandesh
  • Home
  • World
  • અમેરિકાના હુમલામાં આઈએસનો માહિતીપ્રધાન રહેંસાયો

અમેરિકાના હુમલામાં આઈએસનો માહિતીપ્રધાન રહેંસાયો

 | 10:38 am IST

સીરિયામાં સાથી દેશોની સેનાના વિમાની હુમલામાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)નો માહિતી પ્રધાન માર્યો ગયો છે. અગાઉ 30 ઓગસ્ટે પણ આઈએસનો ટોચના નેતા રહેંસાઈ ગયો હતો.

અમેરિકી સંરક્ષણ વિભાગના મુખ્યમથક પેન્ટાગોનના પ્રવક્તા પીટર કુકે જણાવ્યું હતું કે વાઈલ આદિલ હસન સલમાન અલ ફાયદ આમ તો ડો. વાઈલના નામથી જાણીતો છે. સીરિયાના આઈએસના ગઢ રક્કા પાસેના વિમાની હુમલામાં તે મૃત્યુ પામ્યો હતો.

કુકે જણાવ્યું હતું કે સાથી દેશોના દળોએ સીરિયાના રક્કા પાસે સાતમી સપ્ટેમ્બરે ડો. વાઈલને નિશાન બનાવી એકદમ નજીકથી હુમલો કર્યો હતો. તેનો સમાવેશ આઈએસના ટોચના નેતાઓમાં થતો હતો. તે આઈએસનો માહિતી પ્રધાન ઉપરાંત આઈસેના નેતૃત્વ સમુહ શૂર પરિષદનો અગ્રણી સભ્ય હતો.

આઈએસ દ્વારા જારી કરાતા પ્રચાર વીડિયો સાથે સંકળાયેલા કાર્યો પર તે દેખરેખ રાખતો હતો. આ વીડિયોમાં આઈએસ દ્વારા કેદીઓ તથા બંદીઓ પર ગુજારવામાં આવતાં અત્યારાચ તથા મોતનું રેકોર્ડિંગ દર્શાવવામાં આવતું હતું. ડો. વાઈલ આઈએસના પ્રવક્તા અબુ મોહમ્મદ અલ-અદનાનીનો નજીકનો સાથી હતો. સાથી દળોએ અદનાનીને 30 ઓગસ્ટે મોતને ઘાટ ઉતાર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન