ટ્રમ્પ અને કિંમ જોંગની મુલાકાત વચ્ચે ટ્રેંડ થયું Coca Cola, નીકળ્યું કંઈક ખાસ કનેક્શન - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટ્રમ્પ અને કિંમ જોંગની મુલાકાત વચ્ચે ટ્રેંડ થયું Coca Cola, નીકળ્યું કંઈક ખાસ કનેક્શન

ટ્રમ્પ અને કિંમ જોંગની મુલાકાત વચ્ચે ટ્રેંડ થયું Coca Cola, નીકળ્યું કંઈક ખાસ કનેક્શન

 | 1:32 pm IST

વિશ્વના તમામ લોકોની નજરો જેના પર ટકેલી હતી, તે ઐતિહાસિક ક્ષણ પુરી થઈ ગઈ છે. ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રંપની મુલાકાત સફળ રહી હતી. દુનિયાભરમાં આ બન્ને નેતાઓની મુલાકાત અહેવાલોમાં છવાયા છે, ત્યારે ભારતમાં રાહુલ ગાંધીના કોકો કોલાવાળા નિવેદનની ચર્ચા ચાલી રહી છે. આ બન્ને ઘટનાઓમાં કોકા કોલાનું ખાસ કનેક્શન નીકળ્યું છે. એક તરફ કિમ જોંગ અને ટ્રંપની મુલાકાત સોશિયલ મીડિયા પર ટ્રેડ થઈ રહી છે, ત્યાં બીજી બાજુ કોકા કોલા સૌથી વધુ ચર્ચાવાળો હોટ ટોપિક બની ગયો છે.

અમેરિકી કંપની કોકા કોલાની દુનિયાભરના માર્કેટમાં પકડ જમાવેલી છે. લગભગ દુનિયાના દરેક ખૂણામાં કોકા કોલાના ડ્રિંક્સ સપ્લાય થાય છે. એક રિપોર્ટ મુજબ, રોજની કોકા કોલાની બે અરબ બોટલો વેચાય છે. પરંતુ વિશ્વના બે એવા દેશ છે જ્યાં કોકા કોલાની સપ્લાય કરવામાં આવતી નથી. તેમાં એક છે ઉત્તર કોરિયા અને બીજો ક્યૂબા. ઉત્તર કોરિયા વેપારના મામલામાં અમેરિકી પ્રતિબંધને હટાવવા માંગે છે, આ કારણથી બન્ને નેતાઓની મુલાકાતમાં કદાચ આ મુદ્દા પર ચર્ચા થઈ હોય.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, જે વ્યક્તિએ કોકા કોલા કંપની શરૂ કરી તે પહેલા શિકંજી વેચતો હતો. તે અમેરિકામાં શિકંજી વેચતો હતો. પાણીમાં ખાંડ ઉમેરતો હતો. તેનો અનુભવ અને હુનરનો આદર થયો. બસ તેના પછી સોશિયલ મીડિયા પર રાહુલના નિવેદનનું નિવેદન ખુબ ટ્રેડ થયું હતું. તેમાં કોકા કોલા એક એવો ટોપિક બન્યો જે દિવસભર ટ્રેડમાં રહ્યો હતો.

ઉત્તર કોરિયા પર અમેરિકાના પ્રતિબંધના કારણે ત્યાં કોકા કોલા સપ્લાય કરવામાં આવતી નથી. આવા ઘણા ઉત્પાદન છે, જે અમેરિકામાં બને છે અને ઉત્તર કોરિયામાં પ્રતિબંધ છે. જો કે, સિંગાપુરમાં થયેલી મુલાકાતમાં અમેરિકા ઈચ્છે છે કે કિમ જોંગ ઉન પોતાના તમામ પ્રકારના પરમાણું હથિયાર ખતમ કરે. જ્યારે ઉત્તર કોરિયા પણ અમેરિકા તરફથી લાગેલા પ્રતિબંધને હટાવવાની માંગ કરી છે. સૂત્રોનું માનીએ તો બન્ને દેશોની વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવા પર ચર્ચા થઈ છે. જો બન્ને નેતાઓની આ ઐતિહાસિક મીટિંગનું પરિણામ સકારાત્મક રહ્યું તો ઉત્તર કોરિયામાં કોકા કોલાની સપ્લાય શરૂ થઈ શકે છે.