125 વર્ષમાં પહેલી વખત કોકા-કોલા બનાવશે આલ્કોહોલિક ડ્રિંક - Sandesh
  • Home
  • Business
  • 125 વર્ષમાં પહેલી વખત કોકા-કોલા બનાવશે આલ્કોહોલિક ડ્રિંક

125 વર્ષમાં પહેલી વખત કોકા-કોલા બનાવશે આલ્કોહોલિક ડ્રિંક

 | 12:26 pm IST

કોકા કોલા 125 વર્ષ બાદ ઇતિહાસમાં પહેલીવાર નવો પ્રયોગ કરવા જઈ રહ્યું છે. કોકા કોલા પહેલી વખત આલ્કોહોલિક ડ્રિંક લઈને આવી રહ્યું છે. આ ડ્રિંકની તપાસ જાપાનમાં કરવામાં આવી રહી છે. પરંતું આ ડ્રિંક બીજા આલ્કોહોલિક ડ્રિંક જેવુ નહીં હોય. આ ડ્રિંક જાપાની ડ્રિંક “ચૂ-હી” જેવુ હશે. ચૂ-હી એક પ્રકારનો ચોખા (ભાત) છે જે બટાકોના ફર્મેનટેશનથી બનાવવામાં આવેલું એક ડ્રિંક છે.

જાપનના બજારમાં ચૂ-હીના ઘણા પ્રકારના ફ્લેવર્સ પણ છે. જેમાં 3 થી 8 ટકા આલ્કોહોલ હોય છે. જેથી તેની હરિફાઈ બીયર સાથે થાય છે. કોકા કોલાનું આ ડ્રિંક ખાસ કરીને મહિલાને ટારગેટ કરીને બનાવવામાં આવી રહ્યું છે. જાપાનમાં બીયર ન પીનાર મહિલાઓ વચ્ચે આ પ્રકારનું ડ્રિ્ંક ઘણું લોકપ્રિય હોય છે. અહીં આ ડ્રિંક દ્રાક્ષ, સ્ટોબેરી, કીવી અને વ્હાઈટ પીચના ફ્લેવરમાં ઉતારશે. જેના કેનમાં સર્વ કરવામાં આવશે.

કોકા કોલાના જાપાનના અધ્યક્ષ જોર્જ ગાર્ડુનોએ કહ્યું કે અમે પહેલીવાર ઓછા આલ્કોહોલીક વિસ્તારમાં ઉતરી રહ્યાં છીએ. ગાર્ડુનોએ કહ્યું કે આ કોકા કોલાના ઇતિહાસમાં પ્રથમ જ પ્રયત્ન છે. તેમણે કહ્યું કે બજારમાં આ પ્રકારનો પ્રયોગ કરવો બરાબર છે પરંતુ મને નથી લાગતું કે લોકો કોકા-કોલા પાસે આવી અપેક્ષા રાખતા હોય.

જાપાન એક ખુબ જ ઝડપથી બદલાતુ માર્કેટ છે. જેથી કંપની દર વર્ષે કંઈક નવું લોન્ચ કરે છે. જો જાપાનમાં આ ડ્રિંક સફળ રહીશે તો તેને સમગ્ર વિશ્વમાં ટારગેટ કરવામાં આવશે.