વંદાને ઘરમાંથી ભગાડવા અપનાવો આ ટિપ્સ - Sandesh
  • Home
  • Lifestyle
  • વંદાને ઘરમાંથી ભગાડવા અપનાવો આ ટિપ્સ

વંદાને ઘરમાંથી ભગાડવા અપનાવો આ ટિપ્સ

 | 7:43 pm IST

આજકાલ દરેકના ઘરમાં કોકરોચ જોવા મળતા હોય છે. કોકરોચ ઘરમાં જગ્યા -જગ્યા પર એમનું ઘર બનાવીને મજાથી રહેતા હોય છે. એવામાં જો તમારા કિચનમાં ખાવા પીવાની વસ્તુઓની આસપાસ કોકરોચ ફરે છે તો તે સ્વાસ્થય માટે પણ હાનિકારક સાબિત થાય છે. પણ જો તમે કોકરોચથી પરેશાન છો અને તેને ભગાડવા માટેની કોશિશ કરી રહ્યા છો તો આ સરળ ઘરેલૂ ટિપ્સ તમને થશે બહુ ઉપયોગી…

લવિંગ
આમ તો બધા લવિંગનો ઉપયોગ ભોજનમાં કરતા હોય છે. પણ જો તમારા રસોડામાં ખૂબ વધારે કોકરોચ છે તો એનાથી છુટકારો મેળવવા કિચન કેબિનેટમાં લવિંગ મૂકી દો તો કોકરોચ ભાગી જશે.

રેડ વાઈન
રસોડામાં કેબિનેટની અંદર એક વાટકીમાં 1/3 વાઈન રાખીને તમે કોકરોચને ભગાડી શકો છો.

બેકિંગ પાવડર
કિચનમાં રહેતા કોકરોચનો નાશ કરવા માટે એક વાટકીમાં બેકિંગ પાવડર નાખી કેબિનેટની અંદર અને બહાર રાખી દો. ધ્યાન રાખો કે 10-15 દિવસ પછી એને બદલી લો. કારણકે ભેજના કારણે એની સુગંધ જતી રહે છે.

તમાકુ અને કોફી પાવડર
તમાકુ અને કોફી પાવડરની ગોળીઓ બનાવીને ઘરમાં મુકી રાખવાથી કોકરોચ નાશ પામે છે.

ડુંગળી
વંદાને ભગાડવા માટે ડુંગળીનો રસ શ્રેષ્ઠ છે. ડુંગળીને મિક્સરમાં ક્રસ કરી તેનો રસ બનાવી જ્યાં જ્યાં વંદા થતા હોય ત્યાં લગાવી દો. ચાર-પાંચ દિવસે ફરી સફાઇ કરી રસ લગાવતા રહો. આમ 1 મહિનામાં વંદાથી મુક્ત થઇ જશે તમારું ઘર.