personal relationship coconut oil use as lubricant is it safe for vagina
  • Home
  • Featured
  • વજાઈના માટે લુબ્રિકેટ તરીકે નાળિયેર તેલનો ઉપયોગ કેટલો હિતાવહ?

વજાઈના માટે લુબ્રિકેટ તરીકે નાળિયેર તેલનો ઉપયોગ કેટલો હિતાવહ?

 | 1:11 pm IST

આપણે સૌ નાળિયેરનાં તેલનો ઉપયોગ સ્કીન, વાળ, વજન ઘટાડવા, મસાજ કરવા કરતાં હોઈએ છીએ. શું તમે જાણો છો આ તેલને તમે સેક્સ દરમિયાન લુબ્રિકેટ તરીકે પણ કરી શકો છો. જી હા, મોટાભાગે મહિલાઓ એવું માને છે કે માર્કેટમાં મળતાં લુબ્રિકેટ તેમને નુકસાન પહોંચાડે છે. આ જ કારણે તે આનો ઉપયોગ કરવાનું ટાળે છે. ક્યારેક ક્યારેક ઓછી સમજ અને શરમ સંકોચને કારણે જે હાથમાં આવે તે લોશનનો ઉપયોગ કરી નાંખે છે આનાથી મોટુ નુકસાન થાય છે.

મોટાભાગનાને એ અહેસાસ નથી હોતો કે લુબ્રિકેટના ઉપયોગથી ઇંટરકોર્સને ખુબજ આરામદાયક રીતે કરી શકાય છે. તો પણ તમે વધારે લુબ્રિકેટ ન થવાં માંગો તો કોકોનેટ તેલનો ઉપયોગ કરી શકો છો. આ સંપુર્ણ પણે સુરક્ષિત છે કે તેનાથી કોઈ નુકસાન થાય છે આઓ જાણીએ.

કેટલું સુરક્ષિત છે નારિયેળ તેલ

નાળિયેર તેલ પ્રાકૃત્તિક હોય છે અને સાથે તેમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ નથી હોતા, સાથે સાથે આ ખુબજ સસ્તુ હોવાથી માર્કેટમાં ખુબજ સરળતાથી મળી જાય છે. આ તેલમાં નેચરલ એન્ટીમાઈક્રોબિયલ પ્રોપર્ટીઝનો ભરપુર સ્ત્રોત હોય છે.
વોટર અને સિલિકોન બેસ્ડ લ્યુબ્સની સરખામણીમાં આ ખુબજ ઘાટું હોય છે અને લાંબુ ચાલે છે.

ધ્યાન રાખો આ વાતોનું

નાળિયેર તેલ કોન્ડમ સાથે વાપરવું જોઈએ નહી કેમકે તેનાથી કોન્ડમ ખરાબ થવાની શક્યતા રહેલી છે. આવું કરવાથી તમે પ્રેગ્નેંટ થઈ શકો છો. કોન્ડમ તૂટી જવાથી સંક્રમિત રોગનો ભોગ બની શકો છો આથી તેલનો ઉપયોગ કરો તો કોન્ડમનો ઉપયોગ કરવો નહી.

કેટલાક લોકો એવું માને છે કે લુબ્રિકેટ લગાવી સેક્સ કરતાં બાળક થવાની શક્યતા રહેતી નથી આ ભુલ ભરેલુ છે આથી તમે પ્રિકોશન તરીકે દવાઓ લઈ શકો છો. કોઈ પણ વસ્તુઓનો પ્રયોગ કરો તે પહેલા એક વાર ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન