Coconut water is beneficial for the face
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ચહેરા માટે ફાયદાકારક છે કોકોનટ વોટર, જાણો એક ક્લિક પર

ચહેરા માટે ફાયદાકારક છે કોકોનટ વોટર, જાણો એક ક્લિક પર

 | 2:39 pm IST
  • Share

પ્રશ્ન-  નમસ્તે, મારી ઉંમર ૨૬ વર્ષની છે, મારી સ્કીન ઓઈલિ છે. મારે જાણવું છે કે ઓઈલી સ્કિન માટે પ્રાઈમરની પસંદગી કેવી રીતે કરવી?  

જવાબ -ઓઈલી સ્કિન પર બને ત્યા સુધી મેટ અથવા ઓઈલ ફ્રી મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ કરવો. જ્યારે પણ તમે પ્રાઈમર ખરીદો તો તે પણ મેટ અથવા ઓઈલ ફ્રી ખરીદવું. તમારે તમારી જરૃર પ્રમાણે અને તમારી વિશ્વાસુ બ્રાન્ડનું જ પ્રાઈમર ખરીદવું. આજકાલ માર્કેટમાં અલગ અલગ બ્રાન્ડ અને ક્વોલિટીના પ્રાઈમર સરળતાથી મળી રહે છે.  

પ્રશ્ન -મારી ઉંમર ૨૧ વર્ષની છે, મારી સમસ્યા છે કે જ્યારે પણ કાજલ લગાવું છે તે મેકઅપ સાફ કરતી વખતે પછી જલ્દી નીકળતી નથી. આ કારણે આંખો બ્લેક લાગે છે. તો આંખમાંથી કાજલ રિમૂવ કરવાની યોગ્ય રીત જણાવશો?  

જવાબ -આંખમાંથી કાજલને સાફ કરવા માટે રૃના પૂમડામાં થોડુ મેકઅપ રિમૂવર લઈને હલકા હાથે કાજલને સાફ કરો કાજલ નીકળી જશે. આ ઉપરાંત તમે કોકોનટ ઓઇલ અને ક્લિજિંગ ફેસ વોશનો પણ ઉપયોગ કરી શકો છો. કાજલ સાફ કરતી વખતે ક્યારેય આંખ પર દબાણથી ઘસીને કાજલને કાઢવી નહી તેનાથી તમારી સ્કીન બળવા લાગશે.  

પ્રશ્ન- મારી ઉંમર ૧૯ વર્ષની છે, મારા ચહેરા ઉપર ઘણાં ડાઘ છે. મને ખીલની સમસ્યા છે, તે થાય અને મટી જાય પણ ડાઘ રહી જાય છે. આ કારણે ચહેરો ખૂબ જ ખરાબ લાગે છે, મે સાંભળ્યું છે કે કોકોનટ વોટરને ચહેરા પર લગાવવાથી ડાઘા ઓછા થાય છે અને ચહેરો નીખરી જાય છે તો શું ખરેખર કોકોનટ વોટરથી ચહેરાની સ્કિન પર ફર્ક પડે છે? એ સિવાય પણ મને એવો ઉપાય જણાવશો જેથી ચહેરાના ડાઘ દૂર થઇ જાય.

જવાબ -કોકોનટ વોટરમાં વીટામિન સી રહેલું છે, જેનાથી સ્કિન ચમકી ઉઠે છે. તેમજ તે મિલેનિને પણ નિયંત્રીત કરે છે, જે ચહેરા પરના ડાઘા દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે તે સૂર્ય પ્રકાશના નુકશાનકારક કિરણોથી સ્કિનને બચાવે પણ છે. આ ઉપરાંત કોકોનટ વોટરને સીધંુ ચહેરા પર પણ તમે લગાવી શકો છો. તેનો ટોનર તરીકે ઉપયોગ કરો. રોજ તેને ચહેરા ઉપર ટોનરની બદલે લગાવો. તમે કોકોનટ વોટર સિવાય ચહેરા ઉપ્ર એલોવેરા જેલમાં થોડું લિંબુ મિક્સ કરીને તે મિશ્રણને ચહેરા ઉપર લગાવી શકો છો. આ ઉપાય અજમાવવાથી પણ ખીલના ડાઘ દૂર થશે. ચહેરાની ત્વચાને હેલ્ધી રાખવા માટે ખૂબ પાણી પીવો. જેટલું વધારે પાણી પીશો તેટલી ત્વચા વધારે હાઇડ્રેટ રહેશે, ત્વચા હાઇડ્રેટ રહેશે એટલે ડાઘ પણ દૂર થઇ જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો