Coimbatore viral video of Night prowler, then leaves residents in fear
  • Home
  • Featured
  • VIDEO: રાત્રે દિવાલ કૂદીને કોઈકના બેડરૂમમાં ડોકિયા કરનાર નરાધમનો ભાંડાફોડ, હાહાકાર મચી ગયો

VIDEO: રાત્રે દિવાલ કૂદીને કોઈકના બેડરૂમમાં ડોકિયા કરનાર નરાધમનો ભાંડાફોડ, હાહાકાર મચી ગયો

 | 3:15 pm IST

ઘણા એવા નરાધમો તમે જોયા હશે કે જેને બીજાના ઘરમાં ડોકિયું કરવાની ખુબ આદત હોય. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં એક શખ્સ આવા કારનામાં કરતો ઝડપાયો છે. આ ભાઈ રાત્રે બીજાના ઘરમાં ડોકિયા કરતો હતો અને કેમેરામાં કેદ થઈ ગયો છે. નાઇટ પ્રોલરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ કોઈમ્બતુરના રહેવાસીઓ પણ સતત ભયનો માહોલ છે.

અંધકારની આડમાં લોકોના ઘરોમાં ડોકિયા કરતો આ ત્રાસવાદી કેમેરામાં ઝડપાઈ ગયો છે. થડગામ રોડ ખાતેના ઘરોમાંથી સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એ સિવાય અન્ય વિસ્તારોની વચ્ચે મરુધામ નગર, ભારતી કોલોનીમાં પણ આવી જ ઘટનાઓ નોંધાઈ છે.

એક વીડિયોમાં આ વ્યક્તિ ઘરના બેડરૂમની બારી ખોલતો જોવા મળી રહ્યો છે. દિવાલ પરથી કૂદતો પણ જોઇ શકાય છે. આ દરમિયાન પોલીસે કેટલાક વિસ્તારોમાં નાઈટ પેટ્રોલીંગ કડક કર્યું છે અને આ બદમાશોને પકડવા માટે એક વિશેષ ટીમની રચના કરી છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન