Coincidence of Shakib Al Hasan shows that Bangladesh will win World Cup
  • Home
  • Sports
  • Cricket
  • શાકિબે દોહરાવ્યો 1983 અને 2011નો ઈતિહાસ, બાંગ્લાદેશ જીતશે વર્લ્ડ કપ? જાણો આ મહાસંયોગ

શાકિબે દોહરાવ્યો 1983 અને 2011નો ઈતિહાસ, બાંગ્લાદેશ જીતશે વર્લ્ડ કપ? જાણો આ મહાસંયોગ

 | 1:06 pm IST

વર્લ્ડ કપ 2019ના અડધી સફર પૂરી થઈ ચૂકી છે. ધીરે-ધીરે સેમિફાઈનલની તસવીર પણ સાફ થવા લાગી છે. આ વચ્ચે ટુર્નામેન્ટમાં રોજ કાંઈ એવું જોવા મળી રહ્યું છે, જે ક્રિકેટ ફેન્સને હેરાન કરી રહ્યું છે. અફઘાનિસ્તાન પર બાંગ્લાદેશની જીતની સાથે સેમિફાઈનલનું સપનું જીવંત રાખ્યું છે. બાંગ્લાદેશની જીતના હીરો રહેલાં શાકિબ અલ હસન સતત કમામ કરી રહ્યો છે અને તે સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. શાકિબે આ વર્લ્ડ કપમાં ઘણાં રેકોર્ડ બનાવ્યા છે, જે ઈતિહાસમાં વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવતા આવ્યું છે.

અફઘાનિસ્તાન સામે શાકિબ અલ હસને ફિફ્ટી ફટાકરી અને સાથે જ પાંચ વિકેટ પણ લીધા હતા. આમ કરનાર તે દુનિયાનો બીજો ખેલાડી બની ગયો છે. તેના પહેલાં ફક્ત યુવરાજ સિંહે વર્લ્ડ કપમાં આ કમાલ કરી બતાવ્યો હતો. તે પણ 2011ના વર્લ્ડ કપમાં, જ્યારે ભારત વિશ્વ વિજેતા બન્યું હતું. તેવામાં શાકિબના પર્ફોર્મન્સની તુલના અત્યાર સુધીના બેસ્ટ ઓલરાઉન્ડર પ્રદર્શન સાથે થવા લાગી છે.

વર્લ્ડ કપમાં 50+ અને 5 વિકેટ લેનાર ખેલાડી

2011: યુવરાજ સિંહે આયરલેન્ડ સામે (50 રન, 5/31)

2019: શાકિબ અલ હસન અફઘાનિસ્તાન સામે (51 રન, 5/29)

વર્લ્ડ કપ જીતવાનો વધુ એક મહાસંયોગ

યુવરાજ સિંહ અને શાકિબ અલ હસનનો રેકોર્ડ વર્લ્ડ ચેમ્પિયન બનાવે છે. પણ બીજો એક રેકોર્ડ છે કે જે બાંગ્લાદેશ માટે ખુશખબર લાવી શકે છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર એવાં ત્રણ જ ખેલાડીઓ થઈ ચૂક્યા છે કે, જે ટુર્નામેન્ટમાં સેન્ચુરી પણ મારી હોય અને સાથે એક જ મેચમાં પાંચ વિકેટ પણ લીધા હોય.

શાકિબ આ વર્લ્ડ કપમાં સેન્ચુરી પણ ફટાકીર ચૂક્યો છે. તો એક જ મેચમાં પાંચ વિકેટ પણ લઈ ચૂક્યો છે. આ પહેલાં 1983માં કપિલ દેવ અને 2011માં યુવરાજ સિંહે આ કારનામું કર્યું હતું. બંને જગ્યાએ ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો.

વર્લ્ડ કપમાં સેન્ચુરી અને 5 વિકેટ લેનાર ખેલાડી

કપિલ દેવઃ 8 મેચ, 303 રન, 175 સર્વાધિક રન, બેસ્ટ બોલિંગ 5/43

યુવરાજ સિંહઃ 9 મેચ, 362 રન, 113 સર્વાધિક રન, બેસ્ટ બોલિંગ 5/31

શાકિબ અલ હસનઃ 6 મેચ, 476 રન, 124* સર્વાધિક રન, બેસ્ટ બોલિંગ 5/29

આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાકિબ અલ હસન

6 મેચ, 476 રન, 10 વિકેટ

વર્લ્ડ કપમાં 400+ રન અને 10+ વિકેટ લેનાર શાકિબ અલ હસન પહેલો ક્રિકેટર છે. તે આ સમયે દુનિયાનો નંબર 1 ઓલરાઉન્ડર છે અને સતત પોતાના દમ પર ટીમને જીત અપાવતો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન