ઠંડીમાં બીમારીથી સાવધાન - Sandesh

ઠંડીમાં બીમારીથી સાવધાન

 | 1:48 am IST

મમ્મી બોલતી બોલતી બહાર આવી અને બોલી તને ખબર પડે છે. હર્ષા, અત્યારે કેટલી ઠંડી પડે છે. તને ભાન પડે છે. સ્કાર્ફ અને સ્વેટર પહેરી લે. બીમાર થઈ જઈશ.

ચાલ ઘરમાં અને સ્વેટર પહેરીને આવજે. તરત હર્ષા બોલી, મમ્મી જા ને મને કશું નહીં થાય. તું તારું કામ કર મને હમણાં ઠંડી નથી લાગતી.

હું મારી બહેનપણી સાથે લુડો રમંુ છું. કંઈ દૂર નથી જતી.

મમ્મી અંદર ગઈ અને સ્વેટર લઈને પાછી આવી અને હર્ષાને પહેરાવી દીધું અને બોલી બહુ બોલવા લાગી છે. સામે જવાબ આપે છે.

તું બીમાર થશે ને, તો તને તો કશું નહીં, મારી ભાગ દોડ શરૂ થઈ જશે. ડોકટર પાસે જવાની. એના કરતાં સ્વેટર પહેરવું સારું.

પછી હર્ષા કશંુ નહીં બોલી. મમ્મીને ગુસ્સામાં જોઈને ચૂપ થઈ ગઈ.

થોડીવાર પછી, બહેનપણીના ગયા પછી, હર્ષા અંદર આવી અને પાણી પીવા માટે ગ્લાસ લીધો. તરત મમ્મી બોલી, હર્ષા જા, પહેલા હાથ ધોઈ લે. પછી પાણી પીજે.

હર્ષા બોલી, કશું નહીં થાય મમ્મી.

મમ્મી ફરીથી બોલી કશું નહીં થાય મમ્મી

મમ્મી જોરથી બોલી, મેં શુંકહ્યું, હર્ષા,

સંભળાય છે કે નહીં, ચાલ બાથરૂમમાં જઈને હાથ ધોઈ લે, બીજીવાર કશું કહેવું ના પડે. સમજી હર્ષાના કાન પકડીને બોલી.

ગંદા હાથથી ખાવા-પીવાથી બીમારીઓ આવે. એટલે, આપણે આ બાબતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ, કે આપણા હાથ-પગ સ્વચ્છ રહે અને આપણે નિરોગી રહીએ.