તમે પણ તડકામાંથી આવીને તુરંત પીઓ છો ઠંડુ પાણી? તો ચેતી જાઓ - Sandesh
NIFTY 10,540.85 -24.45  |  SENSEX 34,346.25 +-81.04  |  USD 66.0400 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • તમે પણ તડકામાંથી આવીને તુરંત પીઓ છો ઠંડુ પાણી? તો ચેતી જાઓ

તમે પણ તડકામાંથી આવીને તુરંત પીઓ છો ઠંડુ પાણી? તો ચેતી જાઓ

 | 6:00 pm IST

આપણું શરીર 70 ટકા પાણીથી બનેલું છે. એટલા માટે જ પૂરતાં પ્રમાણમાં પાણી પીવું દરેક માટે અનિવાર્ય છે. તેમાં પણ ગરમીના દિવસો દરમિયાન તો વધુમાં વધુ પાણી પીવાની સલાહ ડોક્ટર પણ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય રીતે અને સમય પાણી પીવાથી જ લાભ થાય છે? જો તમે પાણી પીવામાં પણ બેદરકાર રહો તો તે નુકસાન પણ કરી શકે છે.

ક્યારે પીવું પાણી
– ભોજનની 30 મિનિટ પહેલાં પાણી પીવું જોઈએ. તેનાથી ભોજન સારી રીતે અને ઝડપથી પચી જશે.
– જો મૂત્ર પીળાશ પડતું હોય તો પાણી પીવાનું પ્રમાણ વધારવું જોઈએ.
– જે લોકોને હાઈ બીપી, તાવ, કબજીયાત, ગેસ, મૂત્ર ત્યાગ કરતી વખતે બળતરા થવી જેવી સમસ્યાઓ હોય તો પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ.
– ગરમીના કારણે ઝાડા કે ઉલટી થતી હોય ત્યારે પણ વધારે પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.
– જ્યારે પણ તરસ લાગે ત્યારે તુરંત પાણી પી લેવું. જ્યારે શરીરમાં પાણી ઘટવા લાગે છે ત્યારે જ પાણી પીવાની તીવ્ર ઈચ્છા થાય છે તેથી આવા સમયે તરસ મારવી નહીં.

આ સમયે ન પીવું પાણી
જો યોગ્ય સમયે પાણી પીવામાં આવે તો જ તેનાથી શરીરને લાભ થાય છે. શરીરની જરૂરીયાત કરતાં વધારે પ્રમાણમાં પીધેલું પાણી નુકસાન પણ કરે છે. તો જાણી લો ક્યારે પાણી ન પીવું જોઈએ.
– ગરમ ખોરાક ખાધા પછી તુરંત પાણી પીવાથી નુકસાન થાય છે.
– જ્યારે પણ કોઈ તરલ પદાર્થનું સેવન કરો ત્યાર પછી પણ પાણી ન પીવું.
– ઉનાળામાં મળતાં ફળ જેમકે તરબૂચ, કાકડી, કોળું જેવા ફળ ખાધા પછી પણ પાણી ન પીવું.
– જમ્યા પછી તુરંત પાણી ન પીવું જોઈએ.
– તડકામાંથી આવીને તુરંત પાણી ન પીવું. ખાસ કરીને ઠંડુ પાણી તો ન જ પીવું જોઈએ.