Cold wave conditions continue in Gujarat
  • Home
  • Ahmedabad
  • શિયાળામાં ઠંડીનો પ્રકોપ વધ્યો : માઉન્ટ આબુ 3 ડિગ્રી અને નલિયા 5.4 ડિગ્રી ઠંડીમાં થરથર્યા

શિયાળામાં ઠંડીનો પ્રકોપ વધ્યો : માઉન્ટ આબુ 3 ડિગ્રી અને નલિયા 5.4 ડિગ્રી ઠંડીમાં થરથર્યા

 | 6:50 am IST

। અમદાવાદ ।

સમગ્ર રાજ્યમાં આજે સતત બીજા દિવસે બર્ફીલા પવનના કારણે ઠંડીનું જોર યથાવત્ રહ્યું હતું. લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ સાથે તીવ્ર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યાં છે.

આજે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં ૫.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ૩ ડિગ્રી ઠંડી નોંધાતા સહેલાણીઓ ધ્રૂજી ઊઠયાં હતા. હવામાન ખાતાએ કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરી છે. તે સિવાય અન્ય કોઈ જિલ્લા માટે આગાહી કરી નથી. પરંતુ વધુ ઠંડી લાગવાના પ્રમાણમાં અને અનુભવમાં સહેજ પણ ફેર પડયો નથી. આજે પણ પવનની ગતિ વધુ રહેવાના કારણે વધુ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. મોટાભાગના શહેરોમાં છેલ્લા દસ દિવસ કરતાં વધુ સમયથી ઠંડીનો પારો ૧૦થી નીચે અને ક્યાં તો એકાદ ડિગ્રી ઉપર રહેવાના કારણે લોકો ઠારની સ્થિતિ અનુભવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં આજે ઠંડીમાં સામાન્ય વધારો થતાં ૧૧.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પરંતુ પવનની ગતિના કારણે વધુ ઠંડીનો લોકોએ અનુભવ કર્યો હતો. ઠંડીના કારણે ગૃહિણીઓ મોટાભાગે બારી-દરવાજા બંધ જ રાખે છે.

માઉન્ટ આબુ    ૩.૦

નલિયા         ૫.૪

ભૂજ            ૯.૦

કંડલા એરપોર્ટ  ૯.૧

ડીસા           ૯.૮

રાજકોટ         ૧૦.૨

અમરેલી        ૧૦.૪

કેશોદ          ૧૦.૮

વી.વી.નગર    ૧૧.૨

ગાંધીનગર      ૧૧.૪

ભાવનગર      ૧૧.૪

સુરેન્દ્રનગર     ૧૧.૫

અમદાવાદ     ૧૧.૭

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન