cold-wave-forecast-in-all-gujarat-in-next-48-hours
  • Home
  • Ahmedabad
  • એ ફરી ઠંડી આવશે! હવામાન વિભાગ દ્વારા રાજ્યના આગામી 48 કલાક આ વિસ્તારો માટે કપરા!

એ ફરી ઠંડી આવશે! હવામાન વિભાગ દ્વારા રાજ્યના આગામી 48 કલાક આ વિસ્તારો માટે કપરા!

 | 9:58 am IST

રાજ્યમાં એકવાર ફરી ઠંડીનું જોર દિવસેને દિવસે વધી રહ્યું છે. સુસવાટા ભર્યા પવનોને લઇને હવામાન વિભાગ દ્વારા ફરીથી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 48 કલાકમાં હજી પણ કોલ્ડ વેવની આગાહી છે. રાજ્યમાં હજી પણ કાતિલ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડા પવનોને કારણે જનજીવન પ્રભાવિત બની રહ્યું છે.

રાજ્યનું નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર સાબિત થયું છે. જ્યારે અન્ય વિસ્તારોની વાત કરીએ તો, અમદાવાદમાં 8.1 ડિગ્રી, વડોદરામાં 9.4 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 8.5 ડિગ્રી, કંડલામાં 7.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 6.4 ડિગ્રી, વલસાડ 9.1 ડિગ્રી તાપમાન, સુરતમાં 12.4 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે, પોરબંદર, સુરેન્દ્રનગર, સુરત, વલસાડ, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, વડોદરા સહિત ગુજરાતના અનેક વિસ્તારો માં ઠંડા પવનો ફૂંકાશે.