NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાત ઠંડુંગાર, 5.4 ડિગ્રી સાથે નલિયા ઠર્યુ

ગુજરાત ઠંડુંગાર, 5.4 ડિગ્રી સાથે નલિયા ઠર્યુ

 | 12:12 am IST

કાશ્મીરમાં થઈ રહેલી હિમવર્ષા અને ઉત્તર ભારત તરફથી ફુંકાઈ રહેલા ઠંડા પવનના કારણે રાજ્યભરમાં કાંતિલ ઠંડીનું મોઝું ફરી વળ્યું છે. દર વર્ષની માફક નલિયામાં ઠંડીનો પારો ગગડતાં લઘુત્તમ તાપમાન ૫.૪ ડિગ્રીએ પહોચ્યું હતું. જોકે બુધવારના રોજ રાજ્યનું સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૦.૩ ડિગ્રી નોધાયું હતું. રાજ્યના કુલ ૧૦ શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીની નિચે જતાં લોકો ઠુંઠવાયા હતા. જ્યારે અમદાવાદમાં ૧૦.૩ ડિગ્રીએ પારો પહોચતાં શહેરીજનો ગરમવસ્ત્રોમાં લપેટાયા હતાં. આગામી દિવસોમાં અમદાવાદમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડવાની હવામાન વિભાગના નિષ્ણાંતોએ વકી જારી કરી છે.

બુધવારના રોજ હવામાન વિભાગે જાહેર કરેલ વિગતો પ્રમાણે, અમદાવાદમાં ૧૦.૩ ડિગ્રી, ડિસા ૬.૮ ડિગ્રી, ગાંધીનગર ૮.૮ ડિગ્રી, વડોદરા ૧૦ ડિગ્રી, સુરત ૧૨.૬ ડિગ્રી, વલસાડ ૯.૫ ડિગ્રી, અમરેલી ૧૧.૬ ડિગ્રી, પોરબંદર ૮ ડિગ્રી, રાજકોટ ૮.૩ ડિગ્રી, સુરેન્દ્રનગર ૧૦.૩ ડિગ્રી તેમજ નલિયાનું લઘુત્તમ તાપમાન ૫.૪ ડિગ્રી નોધાયું હતું.

૧૦ શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે
શહેરઈંલઘુત્તમ તાપમાન
નલિયાઈં૫.૪ ડિગ્રી
ડિસાઈં૬.૮ ડિગ્રી
કંડલા એરપોર્ટઈં૭.૭ ડિગ્રી
પોરબંદરઈં૮ ડિગ્રી
રાજકોટઈં૮.૩ ડિગ્રીમાન્ડવીઈં૮.૫ ડિગ્રી
ગાંધીનગરઈં૮.૮ ડિગ્રી
કંડલાપોર્ટઈં૯.૪ ડિગ્રી
વલસાડઈં૯.૫ ડિગ્રી
વડોદરાઈં૧૦ ડિગ્રી

માઉન્ટ આબુમાં હાડ ગાળે તેવી ટાઢ, તાપમાન – ર.૪, નખી લેકમાં બોટ ઉપર બરફ છવાયો

માઉન્ટ આબુમાં આજે તાપમાન ગગડીને માઇનસ ૨.૪ થઇ જતા બરફની ચાદરો પથરાઇ હતી. પોલો ગ્રાઉન્ડમાં એટલુ ધુમ્મસ છવાયું હતું કે સામેનું દૃશ્ય સુદ્ધાં જોઇ શકાતું ન હતું. આબુમાં આજે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. ઠંડાગાર વાતાવરણથી રસ્તા સૂમસામ જોવા મળી રહ્યાં છે. જોકે ઠંડીને કારણે બરફની ચાદર પથરાતાં કુદરતી દૃશ્યો માણવા રસિકો ઊમટી રહ્યા છે. નખી લેકમાં પણ બરફના થર બોટ પર જામી જતાં બોટિંગમાં ભારે મુશ્કેલી પડી છે. દિવસ દરમિયાન પણ ઠંડીથી બચવા લોકો તાપણી કરતાં નજરે પડી રહ્યા છે અને રૃમમાં પણ ઠંડીનો પ્રકોપ ચાલુ રહેતા હીટર ચાલુ રાખવા પડે છે. સવારના સુમારે વાહનો ચાલુ થવામાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. આમ, સખ્ત ઠંડીથી માઉન્ટ આબુ થીજી ગયું છે.