જો શર્ટ ખરીદતા પહેલા આ રીતે ચકાસી લેશો કોલર, તો આવશે પરફેક્ટ ફિટિંગ - Sandesh
  • Home
  • Lifestyle
  • જો શર્ટ ખરીદતા પહેલા આ રીતે ચકાસી લેશો કોલર, તો આવશે પરફેક્ટ ફિટિંગ

જો શર્ટ ખરીદતા પહેલા આ રીતે ચકાસી લેશો કોલર, તો આવશે પરફેક્ટ ફિટિંગ

 | 6:19 pm IST

કોલરથી ચહેરાને એક ફ્રેમ મળે છે. કડક કેન્વસવાળો કોલર હશે તો એ શર્ટ પર સ્ટિફ રહેશે અને સારો લાગશે. કેટલીક વાર કોલરના ખૂણા ધોયા બાદ કે ખોટી રીતે ઇસ્ત્રી ફેરવવાથી વળી જતા હોય છે અને એ દેખાવમાં ખરાબ લાગે છે. જો સૂટ અથવા ટાઇ સાથે શર્ટ પહેરતા હોવ તો કોલરને સ્ટિફ રાખવા માટે બટન્સ પણ લગાવી શકાય. શર્ટ પહેરીને જુઓ ત્યારે શર્ટનું સૌથી ઉપરનું બટન બંધ કરો એટલે ગળા અને કોલર વચ્ચે એક આંગળીનો ગેપ રહેવો જોઈએ. ફક્ત એક જ આંગળી. જો બે આંગળી જતી હોય તો એનો અર્થ કે કોલર લૂઝ છે.

જો કે કેટલાક બ્રેન્ડેડ તેમ જ અનબ્રેન્ડેડ શર્ટના કોલર એટલા પહોળા હોય છે કે, એના ખૂણા શોલ્ડર સુધી પહોંચે. આવા કોલરથી બને ત્યાં સુધી દૂર રહેવું. આવાં શર્ટ ટાઇ સાથે કે સૂટ સાથે પણ સારાં નથી લાગતાં. કેઝ્યુઅલ વેઅરમાં પણ આ રીતની કોલરની સ્ટાઇલ સારી નથી લાગતી કારણકે એમાં કોલર બોન દેખાવાના ચાન્સ હોય છે જે પુરુષોને નહીં શોભે.

શર્ટ ખરીદો ત્યારે દુકાનદારને સ્લિમ ફિટ શર્ટ વિશે પૂછો. આજકાલ બધા જ ટેલર અને બધી જ બ્રેન્ડ્સ આ પ્રકારની ફિટિંગનાં શર્ટ બનાવે છે. જોકે અહીં એ સમજવાનું છે કે દરેક લેબલના સ્લિમ ફિટના માપદંડ જુદા-જુદા હોય છે અને માટે જ ટ્રાય કર્યા બાદ જ શર્ટ ખરીદો. આ શર્ટમાં સ્લીવ વધુ પડતી લાંબી કે વધુ પડતી ટૂંકી ન હોય એનું ધ્યાન રાખવું. કફનાં બટન્સ ખોલવામાં આવે ત્યારે એ રિસ્ટ પૂરી થાય અને હથેળીનો ભાગ શરૂ થાય ત્યાં સુધી બાંય પહોંચવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન