કોલેજપ્રવેશ માટે અસલ પ્રમાણપત્ર આપવાનાં રહેશે નહીં : યુજીસી - Sandesh
  • Home
  • India
  • કોલેજપ્રવેશ માટે અસલ પ્રમાણપત્ર આપવાનાં રહેશે નહીં : યુજીસી

કોલેજપ્રવેશ માટે અસલ પ્રમાણપત્ર આપવાનાં રહેશે નહીં : યુજીસી

 | 1:15 am IST

। નવી દિલ્હી ।

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા કોલેજો માટે બુધવારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં એવું જણાવાયું છે કે વિદ્યાર્થીઓએ અન્ડર ગ્રેજ્યુએશનના કોલેજપ્રવેશ માટે અસલ સર્ટિફિકેટ્સ આપવાનાં રહેશે નહીં. જો વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો તેને એક મહિનામાં ફી પાછી આપવાની રહેશે. જો કોલેજો ફી પાછી નહીં આપે તો તેને દંડ કરાશે. નવા નિયમો ૨૦૧૯ -૨૦નાં શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે. કેન્દ્રના એચઆરડી પ્રધાન પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી, જો ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ કોઈ યુનિવર્સિટી સાથેનું તેનું જોડાણ રદ કરશે કે ડિમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો પાછો ખેંચશે તો તેને દંડ કરાશે અને નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો યુજીસી દ્વારા તેને આપવામાં આવતી સહાય પર પ્રતિબંધ મૂકવામાં આવશે.