કોલેજિયન યુવકે કતારગામની પરિણીતાને FB પર કોલગર્લ બનાવી દીધી - Sandesh
  • Home
  • Gujarat
  • કોલેજિયન યુવકે કતારગામની પરિણીતાને FB પર કોલગર્લ બનાવી દીધી

કોલેજિયન યુવકે કતારગામની પરિણીતાને FB પર કોલગર્લ બનાવી દીધી

 | 4:35 pm IST

કતારગામની પરિણીતાને ફેસબુક પર ફેક આઇડી બનાવી કોલગર્લ બનાવી દેનારા સુરેન્દ્રનગરના કોલેજિયન યુવકની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી હતી.

મળતી વિગતો પ્રમાણે કતારગામની પરિણીતાના નામનું ફેસબુક પર કોઇકે ફેક આઇડી બનાવી દીધું હતું. આ આઇડી પરથી અશ્લીલ મેસેજીસ સાથે પરિણીતાના ફોટા અપલોડ કરાયા હતા. પરિણીતાને ફેસબુક પર કોલગર્લ બનાવી દેવાઇ હતી. આ મામલે પરિણીતાએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી. પીએસઆઇ જે.બી.આહીર અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

પોલીસે નિલેશ સોમાભાઇ વનાણી (ઉ.વ.23, રહે- ફૂલગ્રામ, વઢવાણ, સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી હતી. નિલેશ સુરેન્દ્રનગરની કોલેજમાં બીએના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે. કતારગામની પરિણીતા અને નિલેશ ફેસબુક ફ્રેન્ડ છે અને ચેટિંગ કરીને તેને પરિણીતાનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો. દરમિયાન છેલ્લાં ઘણાં સમયથી નિલેશના મેસેજનો કોઇ જવાબ નહિ આપવા સાથે કોલ પણ રિસિવ કરતી ન હતી, જેથી આવેશમાં આવીને કે પાઠ ભણાવવા પરિણીતાને બદનામ કરવા નિલેશે પરિણીતાના નામનું ફેક આઇડી બનાવ્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન