હથેળીનો રંગ સફેદ-પીળો અને ભૂરો દેખાય તો જાણો તેની પાછળના રહસ્યો - Sandesh
NIFTY 11,446.70 +90.95  |  SENSEX 37,916.53 +271.63  |  USD 69.9225 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • હથેળીનો રંગ સફેદ-પીળો અને ભૂરો દેખાય તો જાણો તેની પાછળના રહસ્યો

હથેળીનો રંગ સફેદ-પીળો અને ભૂરો દેખાય તો જાણો તેની પાછળના રહસ્યો

 | 4:17 pm IST

એવું માનવામાં આવે છે કે, હાથની રેખાથી વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેમજ એવી પણ માન્યતા છે કે, જે રીતે સમય બદલે છે તે જ રીતે કર્મ, અને સમય અનુસાર વ્યક્તિની હાથની રેખા અને તેના રંગ બદલાતા હોય છે. હાથમાં થતા પરિવર્તન મોટા પાયે શુક્લપક્ષમાં જોવા મળે છે. શુક્લપક્ષમાં રેખાઓ વધતી હોય છે અને કૃષ્ણપક્ષમાં હાથની રેખાઓ ધુંધળી અને નાની થઈ જાય છે.

તે સિવાય હથેળીના રંગ પણ બદલાતા હોય છે. ક્યારેય તે લાલ દેખાય છે તો, ક્યારેય સફેદ, ભૂરો અને પીળો પણ દેખાય છે. તે સિવાય હાથમાં કેટલીક વાર હળવો કાળો રંગ પણ દેખાય છે. લાલ, ગુલાબી અને સફેદ હથેળીઓના પ્રભાવને શુભ અને હથેળી પર અન્ય રંગોના દેખાવને અશુભ માનવામાં આવે છે.

કેમ બદલાય છે હથેળીના રંગો
મનુષ્યના કર્મો અને તેના મનની ઇચ્છાઓ અનુસાર હથેળીના રંગ બદલાતા હોય છે. જીવન પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ અને ધાર્મિક વિચારોના વ્યક્તિના મનમાં એવો પરિવર્તન કરી દે છે કે, શરીરમાં પોઝીટીવ એનર્જી વધવા લાગે છે. જેના કારણે હાથમાં જ નહી મનુષ્યના વ્યક્તિત્વમાં પણ પરિવર્તન આવવા લાગે છે.

આધ્યાત્મિક હોય છે સફેદ હથેળીના લોકો
એવું માનવમાં આવે છે કે, જે લોકોની હથેળી સફેદ હોય છે, તેઓ ધર્મને માનવા વાળા અને દિવ્ય શક્તિઓમાં રૂચિ રાખવા વાળા હોય છે. એવા લોકો શાંતિ પ્રિય હોય છે. એકલા રહેવું પણ તેમની આદત હોઈ શકે છે. આવા લોકો ન તો દુખમાં દુખી થાય છે અને ન તો સુખમાં વધારે ખુશ થાય છે. તેઓ એક સરખા સ્વભાવ વાળા હોય છે.

ગુળાબી રંગની હથેળી વાળા લોકો આશાવાદી હોય છે
આવા લોકોના જીવનમાં ધન ખૂંટતું નથી. આવા લોકોનો સ્વભાવ પરિવર્તન પસંદ હોય છે. આવા લોકો પરિવર્તન ઇચ્છતા હોય છે. જે લોકોમાં ગુલાબી રંગની હથેળી હોય છે તેઓ ક્ષમાશીલ અને સૌમ્ય વ્યક્તિત્વના હોય છે. તેમના મોઢા પર હંમેશા પ્રસન્નતા દેખાય છે. આવા લોકો ખૂબ જ આત્મવિશ્વાસથી ભરાયેલા હોય છે.

શુ કહે છે લાલ રંગની હથેળી
જે લોકોની હથેળી લાલ હોય છે, તેઓ ખૂબ જ ધનવાન હોય છે. શાસ્ત્રો અનુસાર લાલ રંગને અવકારવામાં આવ્યો છે તેમજ આસમાની અને કાળી હથેળીને સારી માનવામાં આવતી નથી.