luck and colour of purse has relativity select lucky one
  • Home
  • Astrology
  • પર્સનો કલર બદલી નાંખે છે તમારું ભાગ્ય

પર્સનો કલર બદલી નાંખે છે તમારું ભાગ્ય

 | 1:32 pm IST

ભારતીય શાસ્ત્રોમાં તમારી આર્થિક સુખાકારી માટે અનેક ઉપાયો બતાવવામાં આવે છે. માટે ઘણાં નિયમો પણ છે. આ નિયમનું પાલન વ્યક્તિ કરે તો જીવનમાં  ક્યારેય પૈસાની ખોટ રહેતી નથી. પૈસા રાખવા માટેનું પર્સ કેટલાંક માટે જરૂરિયાત તો કેટલાંક માટે જરૂરિયાત કરતાં ફેશન વધારે હોય છે. પણ હિંદૂ શાસ્ત્રો પ્રમાણે તમે જે કઈં કરો છો. કે તમારી સાથે જે પણ કઈં હોય છે તેને તમારા ભાગ્ય સાથે સંબંધ હોય છે. ભારતીય શાસ્ત્રોમાં વ્યક્તિ અને રંગો વચ્ચેનો સંબંધ રાશિઓ અનુસાર આપવામાં આવેલો છે. ચોક્કસ રાશિ માટે ચોક્કસ કલર જ સૌથી વધું ફાયદો કરાવનાર નિવડે છે. જ્યારે ચાઈનીસ શાસ્ત્ર ફેંગશુઈ પણ રંગોને પ્રાધાન્ય આપે છે. તેમનું માનવું છે કે પર્સનો કલર ભાગ્ય બદલી નાંખે છે.

મોટાભાગના લોકો કાળા રંગનું પર્સ વધારે પસંદ કરે છે. કાળો રંગ દરેક ડ્રેસઅપ સાથે મેચ થાય છે. કાળો રંગ ધન અને સમૃદ્ધિને સંબોધિત કરે છે, ફેંગશુઇ માને છે, કરિયરમાં આગળ વધવા ઇચ્છતા હોય તો કાળા રંગના પર્સનો ઉપયોગ કરો.

ફેંગશુઇ પ્રમાણે વાદળી રંગનું પર્સ ન રાખવું જોઇએ. વાદળી રંગ પાણી દર્શાવે છે, તેનાથી પર્સમાં રાખેલા પૈસા પણ પાણીની જેમ વહી જાય છે, તેથી ક્યારેય વાદળી રંગના પર્સનો ઉપયોગ ન કરો.

જો તમને વધારે પૈસા ખર્ચ કરવાની આદત હોય, અને પૈસા બચાવવા ઇચ્છતા હોય તો તમે બ્રાઉન રંગના પર્સનો ઉપયોગ કરો. આ કરવાથી પૈસાનો બચાવ થશે સાથે ખર્ચ ઓછો થશે.

ગુલાબી રંગ પ્રેમ અને રીલેશનશિપને દર્શાવે છે. ફેંગશુઇ મુજબ, જે સ્ત્રીઓ પોતાના લાઇફ પાર્ટનરની શોધમાં હોય તેઓએ ગુલાબી રંગનું પર્સ રાખવું જોઇએ. પરંતુ જો પૈસા કમાવાનું ઇચ્છતી હોય તો આ રંગની પસંદગી ન કરવી.

લીલો રંગ ઉન્નતિનું પ્રતીક છે, જો તમે લીલા રંગનું પર્સ ઉપયોગ કરો તો કરિયરમાં સફળતા મળશે, સાથે જીવનમાં આગળ વધવાના અન્ય વિકલ્પ મળી રહેશે. આ રંગ બિઝનેસ કરવા ઇચ્છતી વ્યક્તિ માટે ખાસ છે, તેનાથી બિઝનેસમાં લાભ થશે.

જ્યારે કોફી રંગનું પર્સ પણ ખાસ ઉપયોગી નિવડે છે. તેમાંથી વિશેષ ખર્ચા થતાં નથી. વ્યક્તિ પરિવાર પાછળ વિશેષ ખર્ચ કરે છે.

તો ગ્રે રંગનું પર્સ મોજશોખ અને ફેશન માટે વિશેષ ખર્ચ કરાવે છે. આમછતાં અનેક લોકો માટે તે શુકનિયાળ નિવડે છે. ક્યાંયથી પણ તેમના પર્સમાં હમેંશા પૈસા રહે છે.

તમે તમારી રાશિ પ્રમાણે પર્સની પસંદગી કરી શકો છો. મેષ અને વૃશ્રિક રાશિ માટે લાલ અને મરુન રંગનું પર્સ લકી નિવડી શકે છે. જ્યારે વૃષભ અને તુલા રાશિના લોકો માટે ગ્રે રંગનું પર્સ લકી નિવડી શકે છે. જ્યારે મિથુન અને કન્યા રાશિના લોકો માટે ગ્રે, બ્લેક કે ગ્રીનના કોઈ પણ શેડ ધરાવતા પર્સ લકી નિવડી શકે છે. તો ધન અને મિન રાશિના લોકો માટે ઓરેન્જ, યલ્લો કે ઈંટ કલરના પર્સ લકી નિવડી શકે છે. જ્યારે મકર અને કુંભ રાશિના લોકો માટે કાળા રંગનું કે જાંબુડી રંગ કે પછી કોઈ વધું ડાર્ક કલરના પર્સ લકી નિવ઼ડી શકે છે. કર્ક રાશિના લોકો માટે સફેદ રંગનું પર્સ લકી નિવડી શકે છે. જ્યારે સિંહ રાશિના લોકો માટે ગોલ્ડન રંગનું પર્સ લકી નિવડી શકે છે. તમે ક્યું પર્સ વાપરો છો? જો પર્સમાં પૈસા ન ટકતાં હોય તો તમારું પર્સ બદલી નાંખો. તમારું ભાગ્ય બદલાય છે.