ઘરને અલગ રીતે ડેકોરેટ કરવા માટે ફોલો કરો આ Innovative Ideas - Sandesh
  • Home
  • Lifestyle
  • ઘરને અલગ રીતે ડેકોરેટ કરવા માટે ફોલો કરો આ Innovative Ideas

ઘરને અલગ રીતે ડેકોરેટ કરવા માટે ફોલો કરો આ Innovative Ideas

 | 4:35 pm IST

ઘર નાનું હોય કે મોટું, દરેક વ્યક્તિ પોતાનું ઘર ડેકોરેટ કરવા માટે મોંઘા શો પીસ, મૂર્તિઓ, પેન્ટિંગ અથવા અન્ય વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. તે સિવાય દરેક વ્યક્તિ પોતાના ઘરમાં યૂનિક કલર કરવાનું પણ પસંદ કરતા હોય છે. દરેકની ઈચ્છા હોય છે કે તેમનું ઘર અલગ દેખાય, તેના માટે લોકો અલગ અલગ રીત અપનાવતા હોય છે. ડેકોરેશન માટે દિવાલોથી લઈને ઘરમાં રાખવામાં આવતી વસ્તુને ખાસ પ્રકારે પસંદ કરતા હોય છે. આજે અમે તમને ઘરને સજાવા માટે કેટલીક યૂનિક અને નવી રીત વિશે જણાવીશું, જેનાથી તમે તમારા ઘરને અલગ રીતે ડેકોરેટ કરી શકો છો.

Neutral Bold Prints :

ઘરની દિવાલોથી લઈને કુશન કવર સુધી નેચરલ બોલ્ડ કલરથી ડેકોરેટ કરી શકો છો. ઘરને સ્ટાઈલિશ બનાવા માટે તમે પડદો, કુશન અને દિવાલોના મેચિંગ કલર કોન્બિનેશનથી ઘરને ડેકોરેટ કરી શકો છો.

Patchwork Tiles :

આજકાલ લોકો ઘરના ભોંયતળિયાની સાથે સાથે દિવાલો પર પણ ટાઈલ્સ લગાવતા હોય છે. તેવામાં દિવાલોને નવો લુક આપવા માટે તમે પેચવર્ક ટાઈલ્સનો ઉપયોગ પણ કરી શકો છો.

Eclectic Interiors :

ઈન્ટિરિયર ડેકોરેશન માટે ઈલેક્ટ્રિક વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો. ઘરને અલગ રીતે સજાવા માટે ઈલેક્ટ્રિકલ વસ્તુમાં શો પીસ બેસ્ટ ઓપ્શન છે.

Brick Wall :

ઘરને ક્લાસી લુક આપવા માટે તમે બ્રિક વોલ ડિઝાઈન પણ કરાવી શકો છો. તેનાથી ઘરને ક્લાસી લુક તો મળશે સાથે તેનાથી ઘરમાં ઠંડક પણ રહેશે.

Greenery Indoors :

તમે ઘરની અંદર નાનું ગાર્ડન બનાવીને અલગ રીતે ડેકોરેશન કરી શકો છો. આજકાલ લોકો ઘરને નેચરલ બનાવા માટે ઘરની અંદર નાના-નાના પ્લાંટ લગાવતા હોય છે.