NIFTY 10,032.85 +48.05  |  SENSEX 31,967.35 +133.36  |  USD 65.0950 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • DIWALI
  • Diwali સ્પેશિયલ : જાણી લો કલરફુલ મસાલા પુરી બનાવવાની રેસિપી

Diwali સ્પેશિયલ : જાણી લો કલરફુલ મસાલા પુરી બનાવવાની રેસિપી

 | 11:55 am IST

દિવાળીના નાસ્તા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અનેક મહિલાઓ નાસ્તામા નવી રેપિસીઓ ટ્રાય કરવા ઈચ્છતી હોય છે. ત્યારે આ વખતે દિવાળીના નાસ્તામાં કલરફુલ મસાલા પુરી બનાવો. મહેમાનો પણ તમારી આ નોવેલ્ટી નાસ્તાના વખાણ કરશે. તો જાણી લો રેસિપી.

સામગ્રી:

3 કપ મેંદો
ચોખાનો લોટ
3 કલર (લીલો, લાલ, હળદર)
2 મોટી ચમચી ઘી
તેલ
મરી પાઉડર
જીરું પાઉડર
મીઠું
પાણી

રીત:

– સૌ પ્રથમ એક બાઉલમાં 1 કપ મેંદો લઇ તેમાં 1 ચમચી ઘી 3 ચમચી તેલ લઇ તેમાં મરી પાઉડર, જીરા પાઉડર, મીઠું અને પાણીમાં હળદર મિક્સ કરી હળદરવાળા પાણીથી લોટ બાંધવો.
– આ જ રીતે પાણીમાં લાલ- લીલો કલર ઉમેરી લોટ બાંધવો.(પાલક, બીટની પ્યુરી વાપરી શકાય)
– લોટ બાંધી થોડીવાર રહેવા દેવો.
– પછી બધા લોટના સરખા લુવા કરી ચોખાના લોટનું અટામણ લઇ રોટલી વણી લેવી.
– હવે એક કલરની રોટલી લઇ તેના પર આછું તેલ લગાવી ચોખાનો લોટ ભભરાવી તેના પર બીજા કલરની રોટલી મૂકી વળી તેલ, ચોખાનો લોટ લગાવી ત્રીજી રોટલી મૂકી રોલ વાળવો.
– રોલના પીસ કરી લઇ પુરી વણી લેવી.
– પુરી થોડીક સુકાય ત્યાંસુધી રેસ્ટ આપી પછી તેલમાં ડીપ ફ્રાય કરી લેવી.
– તો તૈયાર છે કલરફુલ મસાલા પુરી.