Come visit and Blessings Dakor Dham of Kheda district
  • Home
  • Featured
  • VIDEO: આખા ભારતમાં એક માત્ર ખેડામાં ભગવાન કૃષ્ણ બિરાજે છે રાજા તરીકે, આવો દર્શન કરીએ

VIDEO: આખા ભારતમાં એક માત્ર ખેડામાં ભગવાન કૃષ્ણ બિરાજે છે રાજા તરીકે, આવો દર્શન કરીએ

 | 8:08 am IST

આમ તો શ્રી હરિના અનેક સ્વરૂપ છે અને વિવિધ સ્વરૂપે પ્રભુ ભારતના અનેક મંદિરોમાં બિરાજીત થયા છે. પરંતુ ભારતમાં માત્ર એક જ એવુ ધામ છે જ્યાં ભગવાન કૃષ્ણ બિરાજીત છે રાજા સ્વરૂપે. જી હાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં નિર્મિત છે ડાકોરનુ ધામ. જ્યાં રાજા રણછોડની સુંદર પ્રતિમાના થાય છે દર્શન. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે પોતાના ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને જ ભગવાન દ્રારકાથી ડાકોર આવીને વસ્યા હતા. જેથી દરેક શ્રદ્ધાળુને આ ધામ પર અપાર આસ્થા છે. ડાકોરમાં સ્થાપિત રણરોણરાયજીની મૂર્તિ મનને મોહી લે તેવી છે

ડાકોરાના આ ધામમાં નિત્ય 6 વખત રણછોડ રાયજીને ભોગ લગાવવામાં આવે છે. અને જે દિવસે મંદિરમાં ભગવાનના દર્શનનો સમય વધારવામાં આવે તે દિવસે વધારાનો એક ભોગ જેનુ શ્રમભોગ છે તે પણ અર્પિત કરાય છે. અને દર પૂનમ અને રવિવારના દિવસે ભકતોની ભીડ વધુ રહેતી હોય છે. આ ધામમાં ખાસ કરીને રથયાત્રા જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. તો ડાકોરના આ ધામમાં શ્રી હરિ ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને આવ્યા હતા ત્યારે આ ધામમાં ભકત બોડાણાનુ મંદિર પણ આવેલુ છે.

ભક્તિની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન ડાકોર તો આવી ગયા પરંતુ ત્યાં સ્થાપિત કયા થવુ એક સ્થળ નક્કી ન હતું. ત્યારે માતા લક્ષ્મી જે શ્રી હરિ વિષ્ણુના અર્ધાગિની છે તેમણે પોતાના ધામમાં પ્રભુને સ્થાન આપ્યુ. પરંતુ જ્યારે ડાકોર ધામનુ નિર્માણ થયુ ત્યારે રાજા રણછોડ ત્યાંથી જવા લાગ્યા ત્યારે માતા લક્ષ્મીએ તેમની પાસે એક વચન માંગ્યુ અને તે વચનના સાક્ષી બન્યા હનુમાનજી. અને લક્ષ્મીજીના ધામના આ પરિસરમાં સાક્ષી હનુમાનજીનુ પણ મંદિર આવેલુ છે જે આજે પણ આ લક્ષ્મીજી અને રાજા રણછોડના વચનની સાક્ષી પુરે છે.

ભારતનું એક પવિત્ર તીર્થક્ષેત્રમાનુ એક કહેવાય છે ડાકોરધામ. ચારધામની યાત્રા પછી રાજા રણછોડનાં દર્શન કરવાનો અનેરો મહિમા છે. ત્યાં સુધી યાત્રા અધૂરી ગણાય છે જેથી ભક્તો પણ આ ધામ પર શ્રદ્ધાપૂર્વક આસ્થા રાખે છે. આ ધામની સૌથી મોટી વિશેષતા છે આ ધામમાં આવેલ ગોમતી તળાવ.જેના જળને સ્પર્શ કરીને ભક્તો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન