Come visit Sikoter Mataji's temple In bharuch jambusar
  • Home
  • Featured
  • ભરૂચમાં 700 વર્ષ જૂનું સિકોતર માતાજીનું એવું મંદિર કે, ગામના વાવાઝોડા પણ પાછા હટી ગયા છે! VIDEO

ભરૂચમાં 700 વર્ષ જૂનું સિકોતર માતાજીનું એવું મંદિર કે, ગામના વાવાઝોડા પણ પાછા હટી ગયા છે! VIDEO

 | 8:11 am IST

માતાજી ભક્તોનુ રક્ષણ કરે છે. માતાજીના આમ તો અનેક સ્વરૂપ છે અને દરેક સ્વરૂપના દર્શન કરતાની સાથે જ ભકતોનું કલ્યાણ થઈ જાય છે. ત્યારે આવો માતાજીના આજે એક એવા સ્વરૂપના દર્શન કરવા છે. ભક્તોને આપે છે સર્વે સમસ્યાના નિવારણના આશીર્વાદ. ભરૂચના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં આશરે 700 વર્ષ જુનુ સિકોતર માતાનું મંદિર નિર્મિત છે. જે માઈભક્તોની આસ્થાનું પ્રતિક છે.

ભરુચના જંબુસર ખાતે નિર્મિત છે સિકોતર માતાનું ખુબ જ પ્રાચીન ધામ. જે આશરે 700 વર્ષ પૌરાણિક હોવાની માન્યતા રહેલી છે માન્યતા જંબુસરમા ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલ આ ધામની સ્થાપના સાથે એક ઈતિહાસ પણ જોડાયેલો છે. જેમાં વણજારા સમાજે એક કુવાનું ખોદગામ કર્યુ હતુ. જેમાં માતાજીની એક મૂર્તિ મળી આવી હતી. જેની આ સ્થાને ખુબ જ આસ્થા સાથે સ્થાપના કરવામાં આવી હતી.

ગામની આસપાસના લોકો માતાજી પર ખુબ વિશ્વાસ રાખતા હતા. જેથી તે ગામટોળાની માતાજી તરીકે પ્રસિદ્ધી પામવા લાગ્યા. ત્યારે આખરે લોકોનો વિશ્વાસ વધતા અને ભકતોના સાથ સહકારથી આજે આ ભવ્ય મંદિરનું નિર્માણ થયુ છે. સિકોતર માતા જે શક્તિ સ્વરૂપા છે આ ધામમાં માતાજીની ખુબ જ સુંદર પ્રતિમા સ્થાપિત છે. જે સુંદર વાઘા અને આભૂષણોથી સજ્જ છે.

મા સિકોતરના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે અને પોતાની મનોકામનાએ પૂર્ણ થશે તેવો વિશ્વાસ રાખે છે. આ ઉપરાંત ભક્તો એવી પણ માનતા રાખે છે કે, જ્યારે પણ જંબુસર પર કોઈ વાવાઝોડા જેવી કોઈ કુદરતી આપદા આવે છે ત્યારે માતાજીની કૃપાથી જ તે પાછુ વળી જાય છે. અને ગામ પર કોઈ આંચ પણ નથી આવતી. આ ધામમાં આપને એક કુવાના પણ દર્શન થશે જ્યાંથી જ વર્ષો પૂર્વે માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. સિકોતર માતાના આ પાવનકારી ધામમાં આરતી સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે તો આ ધામમાં વર્ષમાં આવતી ચારેય નવરાત્રિની ખુબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે જેમાં માતાજી સ્વયં ગરબે રમતા આવતા હોવાની માન્યતા ભક્તો રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન