Come visit the 100 year old Saibaba Temple in Valsad
  • Home
  • Featured
  • VIDEO: આવો દર્શન કરીએ વલસાડના 100 વર્ષ જૂના સાંઈબાબાના મંદિરના, અને પાવન થઈએ

VIDEO: આવો દર્શન કરીએ વલસાડના 100 વર્ષ જૂના સાંઈબાબાના મંદિરના, અને પાવન થઈએ

 | 8:33 am IST

શ્રદ્ધા અને સબુરીની વાત આવે એટલે આપણને યાદ આવે શીરડીના સાંઇબાબા. સાંઇ બાબાની સફરની શરૂઆત ભલે શીરડીથી થઇ હોય પરંતુ તેમના ભક્તો તેમને પોત પોતાના ગામે લઇ આવ્યા છે. ત્યારે વલસાડ જીલ્લાના તિથલના દરિયા કિનારે પણ એક અદ્ભૂત સાંઇ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આશરે દાયકાઓ પહેલા નિર્માણ કરવામાં આવેલા આ મંદિર ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક સમું થઇ ગયું છે.

વલસાડના તિથલના રમણીય દરિયા કિનારો પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે. ત્યારે આ જગ્યા શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર પણ છે. જેમનુ જીવન સર્વ ધર્મ સમાનતા અને શ્રદ્ધા તથા ધીરજનો સંદેશો જેણે આપ્યો તેવા સાંઈબાબાનું આ પવિત્ર મંદિર નિર્મિત છે. આ મંદિરની ખાસિયત એ છે કે પ્રસિદ્ધ શીરડીધામમાં સાંઈબાબાની પ્રતિમા સ્થાપિત છે તેવી જ આબેહુબ પ્રતિમા આ મંદિરમાં પણ ભક્તોને આશિષ આપી રહી છે.

આ મંદિરના નિર્માણ દરમિયાન સર્વસંમતિથી શીરડી જેવુ જ આ મંદિર વલસાડના દરિયાકાંઠે બનાવવામાં આવ્યુ છે.
શીરડીની જેમ જ અહીં પણ સાંઇબાબાની આરતી અને પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. શીરડીધામની જેમ જ અહીં પણ સવારે કાકળ આરતી કર્યા બાદ જ દિવસની શરૂઆત કરવામં આવે છે. ત્યાર બાદ અંગાર આરતી થયા બાદ ભગવાનને ભોગ લગાવવામાં આવે છે. મધ્યાહ્ન આરતી પણ કરવામાં આવે છે. આ મંદિરમાં સવારે 5 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવે છે.

આ મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર અહીં વર્ષ અનેક ભક્તો આવે છે. ખાસ કરીને રામનવમીના પ્રસંગે તો અહીં ભક્તોની ભીડ પણ જોવા મળે છે. ભક્તો અહીં આવી પોતાની માનતા પણ રાખે જે થોડા સમયમાં ફળીભૂત પણ થાય છે.

વલસાડ ખાતે તૈયાર કરવામાં આવેલા આ મંદિરમાં અનેક લોકો દર્શનાર્થે આવે છે. આ મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારે સાંઇબાબાની સમાધિને જ્યારે 100 વર્ષ પૂર્ણ થવામાં આવ્યા છે. સાંઇબાબાની આંગળી પકડીને ચાલતા સાકોરી ગામના કન્યાકુમારીના સાધ્વી ગોદાવરી માતાના હાથે આ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરની પ્રતિષ્ઠા પણ તેમના હાથે કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર સાથે દેશભરમાંથી લોકો દર્શનાર્થે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન