કમબેક કરનાર અત્યારની એકમાત્ર સફળ હીરોઇન - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કમબેક કરનાર અત્યારની એકમાત્ર સફળ હીરોઇન

કમબેક કરનાર અત્યારની એકમાત્ર સફળ હીરોઇન

 | 3:54 am IST

એક સમયે શર્મિલા ટાગોરે હીરોઇનના કમબેકને લઇને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, શર્મિલા ટાગોરનું કહેવું હતું કે હીરો ગમે તેટલી ઉંમરનો થઇ જાય, તે ગમે તેટલી ઉંમરે કમબેક કરે તો પણ હીરો તરીકે સફળ થઇ શકે છે. પણ હીરોઇન માટે આ વાત ભાગ્યે જ શક્ય બનતી હોય છે. હીરોઇન માટે કમબેકમાં સફળતા મેળવવી થોડી અઘરી હોય છે. અને આ વાત આમ જોવા જઇએ તો સાચી પણ એટલી જ છે. અત્યારના દોરમાં આપણે જોઇએ તો એક સમયે ટોપની એક્ટ્રેસ ગણાતી ઘણી હીરોઇન હતી જેનો જમાનો કહેવાતો, અને આ હીરોઇને જ્યારે પોતાની કારકિર્દીમાંથી બ્રેક લીધો ત્યારે કાયદેસર આ હીરોઇન્સના ફેન્સ માટે કપરી ક્ષણો પસાર થઇ હતી, પરંતુ તે સમયે સફળતાના દોરમાં ટોચે બિરાજતી હીરોઇન્સે જ્યારે પોતાની જૂની સફળતાને યાદ કરીને કમબેક કર્યું તો સફળતા ન મળી હોય.

જે તે સમયે સફળ રહી ચૂકેલી હીરોઇન્સે પોતાના તે જ સમયને યાદ કરીને હિન્દી સિનેજગતમાં કમબેક કર્યું અને કમબેક કરતાં પહેલાં પબ્લિસિટી પણ ઘણી કરી, પરંતુ સફળતા ન મળી હોય એવાં ઘણાં દાખલા આપણી સામે છે. આમા માધુરી દિક્ષીત, જુહી ચાવલા, કરિશ્મા કપૂર અને અમુક અંશે ઐશ્વર્યાનું નામ પણ આવી જાય. આ બધી જ હીરોઇનો એવી છે કે જે પોતાના સમયે ટોચની હીરોઇન ગણાતી, પરંતુ લગ્ન બાદ લીધેલા બ્રેકે તેમની કારકિર્દીની બીજી ઇનિંગને જોઇ એટલી સફળતા ન બતાવી. પણ હવા હવાઇ ગર્લ શ્રીદેવી આમાંથી બાકાત હતી. શ્રીદેવી અત્યારના સમયની એકમાત્ર એવી એક્ટ્રેસ હતી જેને તેની પહેલી જ કમબેક ફિલ્મમાં ઝળહળતી સફળતા તો મળી જ સાથે સાથે એવોર્ડસ પણ મળ્યાં. કદાચ આનું કારણ ફિલ્મની સ્ક્રિપ્ટની પસંદગી પણ હોઇ શકે, પણ આજની જનરેશનએ પ્રકારની સ્ક્રિપ્ટ કે વાર્તાને સ્વીકારે તે પણ સારી બાબત છે. જે તે સમયે ટોચ પર રહેતી હીરોઇનની અસફળતા પાછળનું કારણ જનરેશન ગેપ પણ કહેવાય. પણ આ બધામાંથી શ્રીદેવી બાકાત હતી, તેણે પોતાની ઉંમરને શોભે તેવી જ ફિલ્મની કમબેક માટે પસંદગી કરી, આ ફિલ્મ એટલે ઇંગ્લીશ-વિંગ્લીશ. આ ફિલ્મની પસંદગી શ્રીદેવીએ ખૂબ સમજીવિચારીને કરી અને પસંદગી કર્યાં બાદ પણ પોતાના દમદાર અભિનયથી બીજી ઇનિંગને સફળ બનાવી દીધી.

એવું પણ નથી કે માત્ર ઇંગ્લીશ-વિંગ્લીશની સફળતા બાદ શ્રીદેવી ફરીથી લાઇમલાઇટમાંથી ગાયબ થઇ ગઇ હોય, આ ફિલ્મ બાદ પણ શ્રીદેવીએ બીજી ફિલ્મ મોમ કરી. મોમ ફિલ્મને પણ દર્શકોએ આવકારી અને ફિલ્મમાં શ્રીદેવીના પાત્રના વખાણ પણ અઢળક થયા. આમ અત્યારના સમયની શ્રીદેવી એકમાત્ર એવી અભિનેત્રી છે જે તેની બીજી ઇનિંગમાં સફળ થઇ હતી. આ ખરેખર એક સ્ટાર માટે ગર્વની વાત કહેવાય.