કોમેડીયન ભારતી સિંહ હોસ્પટલમાં દાખલ, થશે સર્જરી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • કોમેડીયન ભારતી સિંહ હોસ્પટલમાં દાખલ, થશે સર્જરી

કોમેડીયન ભારતી સિંહ હોસ્પટલમાં દાખલ, થશે સર્જરી

 | 8:01 pm IST

ગુરૂવારે એટલે કે ગઈ કાલે કોમેડિયન ભારતી સિંહને પેટમાં દુખાવાને કારણે મુંબઈની કોકીલાબેન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. ભારતીને ગોલ બ્લેડર સ્ટોન છે અને હાલમાં તે દવા ખાઈ રહી છે. હવે ભારતીના લીવરની સર્જરી થશે.

ભારતીએ હોસ્પીટલથી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો પોસ્ટ કરતા પોતાના મિત્રોને તેની હેલ્થ વિશે જાણકારી આપી છે. બારતીએ  લખ્યું છે કે, “શુભેચ્છાઓ માટે તમારો આભાર. હું હવે થોડું વધારે સારૂ અનુભવી રહી છું.

તમને જણાવી દઇએ કે, હાલમાં જ ભારતીએ પોતાના બોયફ્રેન્ડ હર્ષની સાથે ‘નચ બલિએ-8’માં ભાગ લીધો હતો. જો કે, બંન્ને શોથી એલિમેટ થઈ ગયા છે પરંતુ આવનાર ફિનાલે એપિસોડમાં બંન્ને પરફોર્મ કરવાના છે. પરંતુ ભારતીની ખરાબ હેલ્થને કારણે હવે ભારતીને ફિનાલેમાં આવવું મુશ્કેલ થશે.