કોમેડિયન કપિલ શર્માના નવા શોમાં કામ કરવા માટે ક્રિષ્ના તૈયાર....   - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કોમેડિયન કપિલ શર્માના નવા શોમાં કામ કરવા માટે ક્રિષ્ના તૈયાર….  

કોમેડિયન કપિલ શર્માના નવા શોમાં કામ કરવા માટે ક્રિષ્ના તૈયાર….  

 | 3:48 am IST

કોમેડી કિંગ તરીકે ઓળખાતા કપિલ શર્મા ટૂંક સમયમાં જ ટીવી પર પરત ફરવા જઇ રહ્યો છે. કપિલ “ફેમિલી ટાઇમ વિથ કપિલ” ની સાથે કમબેક કરવા જઇ રહ્યો છે. તેમજ તેનો પ્રચાર કરવાનું પણ શરૂ કયુંર્ છે. આ શોમાં કપિલની સાથે તેની જૂની ટીમમાંથી કોણ કોણ સાથે રહેશે તેના પત્તા હજુ સુધી નથી ખુલ્યાં. ક્રિષ્નાએ આ શોને લઇને નિવેદન આપ્યું છે. કપિલ અને ક્રિષ્ના બન્ને એકબીજાના હરીફ છે. કપિલમાં શોમાં ભાગ લેવા માટે થઇને ક્રિષ્નાએ કહ્યું છે કે જો કપિલ તેના નવા શો માટે બોલાવશે તો તે જરૂર એ શોનો ભાગ બનશે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને કહ્યું હતંુ કે “હું કપિલ માટે ખુશ છું , તેમજ તેના નવા શો માટે રાહ પણ જોઇ રહ્યો છું તેમજ તેના શોમાં કામ કરવા માટે તૈયાર છું “ જોકે કપિલે હજુ સુધી કૃષ્ણાને ફોન પણ નથી કર્યો. કૃષ્ણાએ એ પણ કહ્યું છે કે તેના અવાર-નવાર આ સવાલ પૂછવામાં આવે છે કે તે શા માટે કપિલના શોમાં કામ કરવા ઇચ્છે છે, પણ મારી પાસે તેમના શોમાં કામ કરવા માટે કોઇ જ કારણ નથી. છ મહિનાના લાંબા સમય બાદ કપિલ શર્મા ટીવી પર પાછો ફરી રહ્યોે છે. કપિલને બલ્ડપ્રેશર, ગુસ્સા અને ડિપ્રેશનના કારણે આ કોમેડી શો બંધ કરવો પડયો હતો. તેમજ તેની નશો કરવાની આદતને છોડવા માટે રિહેલ્બ સેન્ટરની મદદ લેવી પડી હતી.