અરે બાપ રે ! આ વાઘ તો વાંદરા અને પક્ષીઓના અવાજ પણ કાઢે છે, જુઓ આ મજેદાર VIDEO – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અરે બાપ રે ! આ વાઘ તો વાંદરા અને પક્ષીઓના અવાજ પણ કાઢે છે, જુઓ આ મજેદાર VIDEO

અરે બાપ રે ! આ વાઘ તો વાંદરા અને પક્ષીઓના અવાજ પણ કાઢે છે, જુઓ આ મજેદાર VIDEO

 | 3:13 pm IST
  • Share

અત્યાર સુધી તમે વાઘ (Tiger) ની દહાડનો અવાજ જ સાંભળ્યો હશે. પરંતુ શું તમે ક્યારેય વાઘને વાંદરા (Monkey) અને પક્ષીઓ (Birds)નો અવાજ કાઢતા જોયો છે ? બરનાઉલના એક પ્રાણીસંગ્રહાલય (Zoo)ના એક 8 મહિનાના વાઘના બચ્ચાનો વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જેમાં વાઘ (Tiger) પક્ષીઓ(Birds)ના અવાજમાં ગીત ગાતો અને વાંદરાઓના અવાજ નિકાળતો નજરે પડી રહ્યો છે. પ્રાણીસંગ્રહાલય (Zoo)માં આ વાઘનું બચ્ચું અલગ અલગ અવાજ નિકાળવા માટે જાણીતું છે. આ વાઘનું  બચ્ચું તેની માંનુ ધ્યાન આકર્ષિત કરવા માટે આવું કરે છે. આ અવાજ સાંભળીને એવું લાગશે કે તેના ગળામાં કોઈ પ્રોબ્લેમ છે. પણ હકિકતમાં એવું નથી. આ વાઘનું બચ્ચું જન્મથી જ આવા અવાજ નિકાળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન