- Home
- Videos
- Featured Videos
- અભિનેત્રીએ બે હાથે એવી લાકડી ફેરવી કે લોકોની આંખો પહોળી થઈ ગઈ, વીડિયો જોઈ ઘેલા થયા!!

અભિનેત્રીએ બે હાથે એવી લાકડી ફેરવી કે લોકોની આંખો પહોળી થઈ ગઈ, વીડિયો જોઈ ઘેલા થયા!!
બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા ઘણીવાર ફિલ્મોમાં એક્શન સીન કરતી જોવા મળી રહી છે. પરંતુ માત્ર અદાની રીલ લાઇફ જ નહીં પરંતુ વાસ્તવિક જીવન પણ ખૂબ જ આકર્ષક છે. અદા શર્મા તેના વાસ્તવિક જીવનમાં પણ અનેક પ્રકારના સ્ટન્ટ કરતી જોવા મળે છે. હાલમાં જ તેના પરાક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે લાકડી ફેરવતી જોવા મળી રહી છે.
તમે વીડિયોમાં જોઈ શકો છો કે અદા શર્માએ બ્લેક કલરનું શોર્ટ્સ પહેરીને કારનામું કરી રહી છે. કેટલી ઝડપથી તે ચારેય દિશામાં લાડકી ફેરવી રહી છે તે પણ જોવા મળે છે. ઘણા લોકોને તેનો આ નવો અવતાર ગમ્યો છે અને ઘણા લોકોએ આ વીડિયો પણ શેર કર્યો છે.
અદા શર્માએ માર્શલ આર્ટ્સની તાલીમ લીધી છે અને કેરળમાં કાલારીપયટ્ટુ પણ શીખી છે. અદાને જુડો અને કરાટે પણ આવડે છે. હાલમાં અદા શર્મા તેની નવી રિલીઝ થયેલી ફિલ્મ કમાન્ડો 3 માં જોવા મળશે. ફિલ્મમાં તેના એક્શન સીનને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. તો જુઓ અહીં અદાનો આ નવો વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન