Common man slams Delhi CM Arvind Kejrival in Flight
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : વિમાનમાં એક મુસાફરે બરાબરનું સંભળાવ્યું, કેજરીવાલની બોલતી બંધ

Video : વિમાનમાં એક મુસાફરે બરાબરનું સંભળાવ્યું, કેજરીવાલની બોલતી બંધ

 | 2:25 pm IST

તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્લેનમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમની પાસેની સીટ પર બેઠેલી એક વ્યક્તિ કેજરીવાલને કહી રહી છે કે લોકસભામાં આ વખતે કમળ ખિલશે. જ્યારે કેજરીવાલની સાથે બેઠેલ વ્યક્તિ કહે છે કે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક જુઓ. જેના પર વ્યક્તિ કહે છે કે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક દેખાય છે તો ખરા પરંતુ બધા બંધ પડ્યા છે. કોઈ વર્કિંગ કંડિશનમાં નથી. હું મુખ્યમંત્રી કેજરીવાલને સાચુ કહી રહ્યો છું કે કોઈ પણ મોહલ્લા ક્લિનિક ચાલુ હાલતમાં નથી.

બે વ્યક્તિઓની આ ચર્ચા વિમાનમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં જ થઈ રહી છે. આમ એક વ્યક્તિ મહોલ્લા ક્લિનિકને લઈને કેજરીવાલને આડકતરી રીતે સંભળાવી રહ્યો છે. આ વીડિયો આપના પૂર્વ નેતા કપિલ મિશ્રાએ શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન