Companies Facebook etc Now Will Keep Data Of Indians In India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોદી સરકારની મોટી સફળતા, હવે ગૂગલ-ફેસબૂક સહિતની કંપનીઓ ભારતમાં જ રાખશે તમારો ડેટા

મોદી સરકારની મોટી સફળતા, હવે ગૂગલ-ફેસબૂક સહિતની કંપનીઓ ભારતમાં જ રાખશે તમારો ડેટા

 | 8:10 pm IST
  • Share

દુનિયાભરની સોશિયલ મીડિયા સાઇટ્સ (Social Media Sites)ના સર્વરો ભારતની બહાર છે. કેન્દ્ર સરકાર આ કંપનીઓ પર ભારત (India)માં ભારતીય વપરાશકારો (Indians Users)નો અંગત ડેટા રાખવા દબાણ કરી રહી હતી. આ મામલે મોદી સરકારને મોટી સફળતા મળી છે. હવે ગૂગલ (Google), ફેસબુક (Facebook), ટ્વિટર (Twitter), અને એમેઝોન (Amazon) જેવી મોટી કંપનીઓ ભારતમાં પોતાના ડેટા સેન્ટર્સ બનાવશે. આ ક્રમમાં ઉત્તર ડેટા (UP)ના નોઈડામાં પ્રથમ ડેટા સેન્ટરનું નિર્માણ કાર્ય શરૂ થઈ થયું છે. નોઇડામાં આશરે 600 કરોડના રોકાણ સાથે ડેટા સેન્ટરના શિલાન્યાસ સાથે સીએમ યોગી આદિત્યનાથે ડેટા વિદેશમાં રાખવાના અવલંબનને સમાપ્ત કરવાની દિશામાં પગલું લીધું છે. મુંબઈનું હીરાનંદાની ગ્રુપ 20 એકર જમીનમાં આ ડેટા સેન્ટર બનાવશે.

સેન્ટર પાર્કથી 2,000 યુવાનોને પ્રત્યક્ષ રોજગાર મળશે

ઉત્તર પ્રદેશ સરકારનું કહેવું છે કે, આ ડેટા સેન્ટર પાર્કથી 2,000 યુવાનોને પ્રત્યક્ષ રોજગાર મળશે. તો ઉત્તર ભારતમાં આ સૌથી મોટા ડેટા સેન્ટર દ્વારા 20,000થી વધુ લોકોને અપ્રત્યક્ષ રોજગાર અને વ્યવસાયની તકો મળશે. આ પ્રોજેક્ટથી યુપીમાં અને અન્યત્ર કામ કરતી આઇટી કંપનીઓને પણ ઘણી જ મદદ મળશે. કોરોના સંકટની વચ્ચે ડેટા સેન્ટર માટે જમીનની ફાળવણી પૂર્ણ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જૂન 2022 સુધીમાં નોઈડામાં નિર્માણ પામનારા આ ડેટા સેન્ટરમાં કામ શરૂ થઈ જશે.

10,000 કરોડ રૂપિયાના જંગી રોકાણનો પ્રસ્તાવ

જ્યારે સેન્ટર શરૂ થશે ત્યારથી દેશ-દુનિયાની ગૂગલ, એમેઝોન, ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સેન્ટ્રલ કાર્ટ સહિતની ઘણી કંપનીઓ ભારતીય વપરાશકારોનો ડેટા ભારતમાં રાખવાનું શરૂ કરશે. રેક બેંક, અદાણી ગ્રૂપ સહિત અનેક કંપનીઓએ યુપી સરકારને ડેટા સેન્ટર ક્ષેત્રે 10,000 કરોડ રૂપિયાના જંગી રોકાણનો પ્રસ્તાવ મૂક્યો છે. યોગી સરકારે આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. ભારતમાં પૂરતા ડેટા સેન્ટરના અભાવને કારણે ભારતીય વપરાશકર્તાઓનો ડેટા વિદેશમાં રાખવામાં આવે છે.

ઉત્તર ભારતનું સૌથી આધુનિક અને સૌથી મોટું ડેટા સેન્ટર

ડેટા સેન્ટર પાર્ક બનાવ્યા બાદ ભારતીય વપરાશકારોના ડેટા ફક્ત ભારતમાં જ સુરક્ષિત રહેશે. હાલના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર દેશભરમાં આવા ડેટા સેન્ટરો બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. કેબીનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે કહ્યું કે આ ઉત્તર ભારતનું સૌથી આધુનિક અને સૌથી મોટું ડેટા સેન્ટર હશે. આગામી સમયમાં રાજ્યના અન્ય ભાગોમાં પણ આવા ડેટા સેન્ટરો બનાવવામાં આવશે.

આ વિડીયો પણ જુઓ: જૂનાગઢ માં જ્યાં પ્રજ્ઞાચક્ષુ કન્યા સાથે વામન વરરાજા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન