તો શું હવે સેલેરીમાં પર પણ ભરવો પડશે GST ! - Sandesh
  • Home
  • Business
  • તો શું હવે સેલેરીમાં પર પણ ભરવો પડશે GST !

તો શું હવે સેલેરીમાં પર પણ ભરવો પડશે GST !

 | 5:23 pm IST
  • Share

હવે તમારી સેલેરી પર GSTની અસર જોવા મળી રહી છે? એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અસરના કારણે દેશભરની કંપનીઓ પોતાના કર્મચારીઓના સેલેરી પેકેજમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. કારણ કે હવે કર્મચારીની સેલેરીનું બ્રેકઅપ કંપનીઓ પર ભારે પડશે. શોપિંગ અને રેસ્ટોરન્ટ બિલ બાદ આ એક મોટો ઝટકો છે.

ભારતમાં વિવિધ કંપનીઓ માર્કેટીંગ તેમજ પ્રમોશન પાચળ 24000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે તેમ મનાય છે અને તેનો પ્રારંભ ઓગષ્ટ મહિનાથી થઇ ચૂક્યો છે. ખાસ કરીને ઓટોમોબાઇલ, મોબાઇલ, રિયલ એસ્ટેટ અને જ્વેલરી સેક્ટર વધુ માર્કેટીંગ કરી શકે છે.

અહેવાલો મુજબ કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવતા વળતર અથવા ઘરભાડા, ટેલિફોન બિલ વગેરેમાં એક ચોક્કસ લિમિટ બાદ, વધુ કવરેજ માટે મેડિકલ પ્રીમિયમ્સ, હેલ્થ ચેકઅપ્સ, ટ્રાન્સપોર્ટેશન, જીમ યુઝ, યુનિફોર્મ્સ અથવા આઈડેન્ટિટી કાર્ડને રીઇશ્યુ કરવા બાબતે પણ GST લાગી શકે છે.

ટેક્સ એક્સપર્ટે કંપનીઓને સલાહ આપી છે કે તેમના HR ડિપાર્ટમેન્ટે ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સ( AAR) દ્વારા આપવામાં આવતા નિર્ણયોને ધ્યાને રાખી આ તમામ બાબતે બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઇએ નહીંતર કંપનીએ વધુ ટેક્સ ભરવો પડી શેક છે.

ખાસ કરીને તાજેતરમાં AAR દ્વારા આપવામાં આવેલ કેન્ટીન ચાર્જીસ અંગેના નિર્ણય લઇને બીજા મામલે પણ સાવધાન રહેવા સલાહ અપાઈ રહી છે. તાજેતરમાં AARએ જાહેર કર્યું હતું કે કર્મચારીઓ પાસેથી વસૂલવામાં આવેલ કેન્ટીન ચાર્જીસ GST અંતર્ગત ટેક્સેબલ ગણાશે.

ટેક્સેશન ફર્મ ડીલોઇટ હેસ્કિંસ એન્ડ સેલ્સના પાર્ટનર એમ.એસ. માની કહે છે કે, ‘તાજેતરમાં AAR દ્વારા આપવામાં આવેલ ચુકાદાથી એવી ઘણી વસ્તુ છે જેની રીકવરી કંપનીઓ કર્મચારી પાસેથી કરે છે તેના પર અસર પડશે.

હાલમાં કંપનીઓ કર્મચારીઓને કોસ્ટ ટૂ કંપનીના આધાર પર સેલેરી પેકેજ તૈયાર કરતી હતી અને ઘણી સેવાઓની સરખામણીમાં કાપને સેલેરીનો ભાગ બનાવવામાં આવતો હતો. પરંતુ જો હવે એને જીએસટી હેઠળ લેવામાં આવે છે તો કંપનીઓ કોઇ કર્મચારીની કોસ્ટ ટૂ કંપનીને આધાર રાખતાં એના બ્રેકઅપમાં ફેરફાર કરશે. જેનાથી કંપનીની ટેક્સ આપવા માટે કોઇ અસર ના થાય.

આ માટે કંપનીઓ એવું કરી શકે કે પોતાની રીકવરી કરવા માટે કોઈ જાતના ઇન્વોઇસ ઇશ્યુ કર્યા વગર જ કર્મચારીઓની સેલેરીમાંથી આ સર્વિસિઝના નાણાં કાપી લે જેથી કરીને GST માટેની કુલ રકમને ટ્રેક કરી શકાય નહીં.’

વૈકલ્પિક રૂપે વધારાની GST કોસ્ટ પણ કંપનીઓ કર્મચારીઓ પર લાદવામાં આવી શકે છે અને છૂટ માટે માગણી કરવામાં આવી શકે છે. તેમજ ઇન્ડાઇરેક્ટ ટેક્સ નિષ્ણાંત પ્રતિક જૈને કહ્યું કે, ‘મોટાભાગે કંપનીઓ તેના કર્મચારી પર ઉઠાવવી પડતી ઓવરઓલ કોસ્ટને પેકેજ તરીકે કાઉન્ટ કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો