Companies Insisting On Aadhaar To Face Rs 1 Crore Fine, 10 Year Jail
  • Home
  • Business
  • હવે તમને કોઇ આધાર માટે નહીં કરી શકે દબાણ, થશે 10 વર્ષની જેલ, 1 કરોડ રૂપિયાનો દંડ

હવે તમને કોઇ આધાર માટે નહીં કરી શકે દબાણ, થશે 10 વર્ષની જેલ, 1 કરોડ રૂપિયાનો દંડ

 | 10:40 am IST

આધાર કાર્ડની જરૂરિયાતને લઇ કેન્દ્ર સરકારે અગત્યનો નિર્ણય લીધો છે. હવે તમારે બેન્કમાં ખાતું ખોલાવા કે પછી સિમ કાર્ડ લેવા માટે આધાર આપવું જરૂરી રહેશે નહીં પરંતુ સંપૂર્ણપણે તમારી ઇચ્છા પર નિર્ભર હશે. ઓળખ અને સરનામાના પ્રમાણ તરીકે આધાર કાર્ડ માટે દબાણ બનાવા પર બેન્ક અને ટેલિકોમ કંપનીઓને એક કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

એટલું જ નહીં આમ કરનાર કંપનીઓના કર્મચારીઓને 3 થી 10 વર્ષની સજા પણ થઇ શકે છે. આમ હવે તમે સિમ કાર્ડ લેવા કે પછી બેન્કમાં ખાતું ખોલાવા માટે આધાર કાર્ડની જગ્યાએ પાસપોર્ટ, રાશન કાર્ડ, કે પછી બીજા કોઇ માન્ય દસ્તાવેજ હકની સાથે ઉપયોગ કરી શકો છો. કોઇપણ સંસ્થા આધાર કાર્ડના યુઝ માટે તમારા પર દબાણ નાંખી શકશે નહીં.

સરકારે પ્રિવેન્શ ઓફ મની લોન્ડ્રિંગ એકટ અને ભારતીય ટેલિગ્રાફ એકટમાં સંશોધન કરી આ નિયમને સામેલ કર્યો છે. સોમવારના રોજ કેન્દ્રીય કેબિનેટે આ સંશોધનને મંજૂરી આપી દીધી હતી. સરકારી સૂત્રોનું કહેવુ છે કે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખતા આ નિર્ણ. લેવાયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે યુનિક આઇડીને માત્ર વેલફેર સ્કીમો માટે જ ઉપયોગ કરી શકાય છે.

ડેટાના મિસયુઝ પર 50 લાખ રૂપિયા દંડ, 10 વર્ષની સજા
કાયદામાં નવા સંશોધનના મતે આધાર ઓથન્ટિફિકેશન કરનારી કોઇ સંસ્થા જો ડેટા લીક માટે જવાબદાર જણાઇ તો 50 લાખ રૂપિયા સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની સજા થઇ શકે છે. આ સંશોધનોને હાલ સંસદની મંજૂરી મળવાની બાકી છે. જો કે રાષ્ટ્ર હિતમાં આવી માહિતી આપી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન