Complain here if Shopkeeper Collects Money Consumer for Carry Bag
  • Home
  • Business
  • દિવાળી ટાણેંજ ગ્રાહકોને મોટી રાહત, દુકાનદાર કેરી બેગના પૈસા માંગે તો તુરંત અહિં કરો ફરિયાદ

દિવાળી ટાણેંજ ગ્રાહકોને મોટી રાહત, દુકાનદાર કેરી બેગના પૈસા માંગે તો તુરંત અહિં કરો ફરિયાદ

 | 2:16 pm IST

દિવાળી (Diwali)નજીક આવતા જ કોરોના (Corona) મહામારી વચ્ચે પણ ખરીદીની સિઝન શરૂ થઈ ગઈ છે. શોપિંગ મોલ (Shopping Mall)  અને દુકાનોની સાથો સાથ ઈ-કોમર્સ વેબસાઈટો (E-Commerce Websites) પણ ગ્રાહકો (Consumer)ને લોભાવવા માટે ઓનલાઈન સેલ (Online Sale)પણ શરૂ થઈ ગયા છે. શોપિંગ (Shopping)દરમિયાન કેરી બેગ (Carry Bag)ની ખરીદીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બજારમાંથી સામાન ખરીદતી વખતે ગ્રાહકો પાસે કેરી બેગ (Carry Bag)ના બદલામાં પૈસા વસુલવામાં આવે છે. પરંતુ તાજેતરમાં જ કંઝ્યૂમર ફોરમે (Consumer Forum) બિગ બજાર (Big Bazaar)ને ગ્રાહક પાસેથી કેરી બેગ માટે અલગથી પૈસા વસૂલવા પર દંડ ફટકાર્યો હતો. કંઝ્યુમર ફોરમે બિગ બજારને 10 હજાર રૂપિયા કંજ્યૂમર લીગલ એડ એકાઉન્ટમાં જમા કરવાની સાથે ફરીયાદકર્તાને 500 રૂપિયા કેસ ખર્ચ આપવાનો આદેશ કર્યો છે.

ફોરમે ફરિયાદીને થતી માનસિક સમસ્યા માટે 1000 રૂપિયા અને કેરી બેગ માટે વસૂલવામાં આવેલ 18 રૂપિયા પણ પરત કરવા આદેશ કર્યો છે.

ગ્રાહકો માટે શું છે જોગવાઈ

મોદી સરકારે દેશના યુઝર્સને અનેક અધિકાર આપ્યા છે. દેશભરમાં યુઝર્સ સંરક્ષણ અધિનિયમ 2019 લાગુ છે. આ કાયદામાં દુકાનદાર પર લગામ કસવામાં આવી છે. નવા કાયદા પ્રમાણે જો દુકાનદાર કેરી બેગનો ચાર્જ વસુલે છે અને યુઝર્સ જો પોતાની ફરીયાદ દાખલ કરે છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. કેરી બેગ માટે વધારે પૈસા લેવા નવા કાયદામાં દંડનીય ગુનો બને છે.

અહીં કરી શકાય ફરીયાદ

હવે કોઈપણ ગ્રાહક સામાન ખરીદ્યા બાદ કેરી બેગની ડિમાન્ડ કરે છે તો તે માટે પૈસા આપવા પડશે નહી. બીજી વાત એ છે કે, જો તે ગ્રાહક સામાન હાથમાં લઈ જવામાં સક્ષમ નથી તો દુકાનદારે કેરી બેગ આપવી જ પડશે. તેને લઈને દેશના ઘણા યુઝર્સ ફોરમમાં ફરીયાદો આવી રહી છે. ત્યારબાદ યુઝર્સ ફોરમને કેરી બેગ માટે પૈસા લેવા પર સ્ટોર અથવા દુકાનદાર પર દંડ લગાવવા શરૂ કર્યુ હતુ. હવે નવા કાયદામાં તેને લઈને સખત જોગવાઈ કરવામાં આવી છે.

દંડની પણ જોગવાઈ

કેરી બેગના નામે 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા વસૂલવામાં આવે છે. પરંતુ હવે આમ કરનારા દુકાનદારો વિરૂદ્ધ દંડની જોગવાઈ કરવામાં આવી છે. હવે ગ્રાહકોને પણ દેશની કોઈપણ ગ્રાહક અદાલતમાં કેસ નોંધવાનો અધિકાર મળ્યો. અગાઉના ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં આવી જોગવાઈ ન હતી. આ કાયદો વર્ષ 2019થી અમલી બનાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન