NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કપિલ શર્માના શોના ‘ડો.ગુલાટી’ સામે અમદાવાદમાં થઈ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ

કપિલ શર્માના શોના ‘ડો.ગુલાટી’ સામે અમદાવાદમાં થઈ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ

 | 6:05 pm IST

ધ કપિલ શર્માના શૉમાં ડૉ. ગુલાટીથી પ્રખ્યાત થયેલા સુનીલ ગ્રોવર અને તેની ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપની સામે અમદાવાદના ઇવેન્ટ ઓર્ગેનાઇઝરે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવા મેટ્રોપોલિટન કોર્ટમાં અરજી કરી છે.

અમદાવાદના જસુપૂજા ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીના રાજપાલ શાહે ‘કોમેડી નાઇટ વિથ કપિલ શર્મા’ કાર્યક્રમના સહકલાકારો સુનીલ ગ્રોવર, સુનંદા મિશ્રા, કીકુ શારદા, ચંદન પ્રભાકર અને અલી અસગર સહિતના કલાકારો સાથે અમદાવાદમાં એક કોમેડી નાઇટનું આયોજન કર્યું હતું. આ માટે તેમણે ૨૭ સુનીલ ગ્રોવર માટે ઇવેન્ટ મૅનેજમેન્ટનું કામ સંભાળતા એક્સફેક્ટર એન્ટરટેઇનમેન્ટના દેવાંગ શાહનો સંપર્ક સાધ્યો હતો.

દેવાંગ શાહે સર્વિસ ટેક્સ ઉપરાંત રૂ. 40 લાખમાં ઇવેન્ટ યોજવા તૈયારી દર્શાવી હતી. અને સુનિલ ગ્રોવર એ આ ઇવેન્ટ માટે રૂ. ૧૦ લાખ એડવાન્સમાં લીધા હતા . ઈવનેટ મેનેજમેન્ટ દ્વારા ૨૭મી મેંના રોજનું આયોજન ની તમામ તૈયારી કરવામાં આવી હતી. પરંતુ એડવાન્સ રૂપિયા લીધા બાદ સુનિલ ગ્રોવર એ આ શો માટે આવની અચાનકજ ના પડી હતી અને લીધેલા એડવાન્સ ના રૂપિયા ૧૦ લાખ પરત કર્યા હતા. જેથી ઇવેન્ટ મલિક દ્વારા પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીની રાજ મેટ્રો કોર્ટ માં કરી હતી. તારે કોર્ટ ના આદેશ બાદ નવરંગપુરા પોલીસે સુનિલ ગ્રોવર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તાપસ હાથ ધરી છે.