'મી ટુ અર્બન નક્સલ' પોસ્ટર પહેરનાર તમિળ લેખક ગિરીશ કનાર્ડની સામે ફરિયાદ દાખલ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘મી ટુ અર્બન નક્સલ’ પોસ્ટર પહેરનાર તમિળ લેખક ગિરીશ કનાર્ડની સામે ફરિયાદ દાખલ

‘મી ટુ અર્બન નક્સલ’ પોસ્ટર પહેરનાર તમિળ લેખક ગિરીશ કનાર્ડની સામે ફરિયાદ દાખલ

 | 7:36 am IST

પત્રકાર ગૌરી લંકેશની હત્યાની પહેલી પુણ્યતિથિએ રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં શરીર પર મી ટુ અર્બન નક્સલ પોસ્ટર ધારણ કરીને આવનાર ખ્યાતનામ લેખક અને પ્લેરાઇટ ગિરીશ કનાર્ડની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. બેંગ્લરૃની હાઈકોર્ટના વકીલે કર્નાડની સામે ફરિયાદ દાખલ કરાવી છે.

ગૌરી લંકેશ ખૂન કેસના બચાવ પક્ષના વકીલ એનપી અમૃતેશે કહ્યું કે ગર્દન ફરતે આવું પોસ્ટર ધારણ કરીને આવીને તેમણે નક્સલીઓની ગુનાઇત પ્રવૃત્તિઓ અને હિંસાને ઉત્તેજન આપ્યું છે. કર્નાડ અને બીજા કાર્યકરો લંકેશના ઘરની બહાર યોજવામાં આવેલા પ્રસંગમાં હાજરી આપવા આવ્યાં હતા. પ્રદર્શનકારીઓએ અલગ અલગ શહેરોમાથી થયેલી પાંચ કાર્યકરોની ધરપકડનો વિરોધ કર્યો હતો. ફરિયાદી વકીલે એવું જણાવ્યું કે કોઈ કાર્યક્રમમાં હિંસાજનક ઉશ્કેરણી કરતા પોસ્ટરો પહેરીને આવે શોભાસ્પદ નથી.

પોસ્ટર પહેરીને આવવું હિંસાની ઉશ્કેરણી કરવા સમાન છે.તેથી ગિરીશ કનાર્ડની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. તેમણે એવું પણ જણાવ્યું કે પ્રકાશ રાજે, જિજ્ઞોશ મેવાણી જેવા ગૌરી લંકેશના સાથીદારોની સામે પણ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યુું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન