Complaint against Vibhavari Ben Dave accused of shouting polling booth
  • Home
  • Bhavnagar
  • વિભાવરીબેન દવે સામે ફરિયાદ, મતદાન મથક પાસે સૂત્રોચ્ચાર કર્યાનાં આરોપ

વિભાવરીબેન દવે સામે ફરિયાદ, મતદાન મથક પાસે સૂત્રોચ્ચાર કર્યાનાં આરોપ

 | 4:32 pm IST

આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. આજે મંગળવારે 23મીનાં રોજ લોકસભાની 26 બેઠકો માટેની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. ત્યારે ભાવનગરમાં વિભાવરીબેન દવે સામે ફરિયાદ નોંધાઇ છે. કોંગ્રેસે ચૂંટણીપંચમાં વિભાવરીબેન દવે સામે રજૂઆત કરી છે. વિભાવરીબેન દવે પર મતદાન મથક પાસે સૂત્રોચ્ચાર કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિભાવરીબેને સમર્થકો સાથે મતદાન મથક બહાર સૂત્રોચ્ચાર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે ચૂંટણીપંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

આજરોજ ભાવનગર ખાતે ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ મતદાન કર્યું હતું અને લોકશાહીના મહાપર્વ દીને રાજ્યની જનતાને મતદાન કરવા અપિલ કરી હતી. મંત્રી વિભાવરીબેન દવેએ ‘મોદી હૈ તો મુમકિન હૈ, વી ફોર મોદી’ના નારા લગાવ્યા હતાં.

રાજ્યના મંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગરમાં હિલડ્રાઈવ વિસ્તારમાં પોતાનું મતદાન કર્યું હતું. મતદાન પહેલા લાઇનમાં ઉભા હતા ત્યારે ‘મોદી હૈ તો મુમકિન હૈ’ અને ‘વી ફોર મોદી’ના નારા લગાવ્યા હતા. આ પ્રકારના નારાથી ઉપસ્થિત સૌ કોઇ આશ્ચર્યચકિત બની ગયા હતા.

જો આ અંગે આચારસંહિતાની ભંગની ફરિયાદ કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચના નિયમ મુંજબ 100 મીટરના વિસ્તારમાં કોને મત આપવો તેવી ચર્ચા કે નારા ન લગાવી શકાય. પરંતુ વિભાવરીબેન દવેએ ભાવનગરના હિલ ડ્રાઇવ ફૂલવાડી વિસ્તારમા આવેલા મતદાન મથકે મત આપવા ગયા હતા ત્યારે તેણે નારા લગાવ્યા હતા. આથી તેના વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન