Complaint Filed Against Rahul and Other Five People in Patana
  • Home
  • Featured
  • પટનામાં રાહુલ ગાંધી સહિત અન્ય પાંચ વિરુદ્ધ કેસ દાખલ

પટનામાં રાહુલ ગાંધી સહિત અન્ય પાંચ વિરુદ્ધ કેસ દાખલ

 | 10:36 pm IST

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 3 ફેબ્રુઆરીએ બિહારની રાજધાની પટનામાં રેલીનું સંબોધન કરવા જઇ રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી તેમજ મદન મોહન સહિત અન્ય ચાર લોકો સામે પટના સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ રાકેસ દત્ત મિશ્ર નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.

રાકેશ દત્ત મિશ્રા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા પટનામાં તેમની રેલીને ધ્યાનમાં રાખીને જે હિંદૂ ધર્મના પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેના દ્વારા લોકોની લાગણી દુભાઇ છે. આ પોસ્ટરમાં રાહુલ ગાંધી પણ નજરે ચડે છે અને એટલા માટે જ રાહુલ ગાંધીને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

આ પોસ્ટરમાં રાહુલ ગાંધી સીવાય બિહારના કેટલાક નેતાઓ જોવા મળે છે. જ્યારે વિવાદ થવા પાછળનું મોટું કારણ એ છે કે રાહુલ ગાંધીને આ પોસ્ટરમાં રામ બતાવવામાં આવ્યા છે. આ પોસ્ટર દ્વારા કોંગ્રેસ ધર્મની રાજનીતિ રમી રહી છે.

જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા અને અન્ય ચાર લોકો સામે પટના સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ પાર્ટી પર હિંદૂ ધર્મને લઇને રાજનીતિ રમી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન